વડોદરા : હરણી વારસિયા રિંગ રોડ ઉપર આવેલી પરાગરજ સોસાયટીમાં પશુપાલકના કહેવાથી કોર્પોરેશનના કર્મચારીઓએ ગાયને છોડી મૂકવાના મામલે ભારે હોબાળો મચ્યો હતો. પાલિકાના કર્મચારીઓએ તથા પશુપાલકે ધમકી આપી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ તંત્રની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ દૂર કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.પશુઓના ટેગીંગ અને પકડવાની કામગીરી સધન બનાવાઈ છે. ન્યુ વીઆઇપી રોડ મુખ્ય માર્ગ ઉપર ૨૪ કલાક ઢોર અડિંગો જમાવી બેસે છે. તેવામાં શહેરના હરણી વારસીયા રિંગ રોડ ઉપર આવેલી

પરાગ રજ અને રાજ લક્ષ્મી સોસાયટી માં છેલ્લા કેટલાક સમયથી રખડતાં પશુઓના ત્રાસ સ્થાનિક રહીશો કરી રહ્યા છે. આજે સવારે પાલિકાની ટીમ ગાયો પકડવાની કામગીરી માટે નીકળી હતી તે સમય પરાગ રજ અને રાજ લક્ષ્મી સોસાયટી માં પાલિકાના કર્મચારીઓએ ગાય પકડયા બાદ પશુપાલકના કહેવાથી ગાય છોડી મુકવાના મામલે હોબાળો મચ્યો હતો. સ્થાનિક રહીશઓએ આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે, કોર્પોરેશન નગરજનોને ઉલ્ટા ચશ્મા પહેરાવી રહ્યું છે. ગાય પકડવાના બદલે આખલા પકડી આંકડો વધારે છે.

કોર્પોરેશનના કર્મચારીઓએ એક ગાય

પકડી પરંતુ તે સમયે નજીકમાં રહેતો પશુપાલક આવી ગયો હતો. અને તેણે માત્ર અધિકારીઓને એટલું કહ્યું કે આ ગાય છે છોડી દો. અને તરત જ પાલિકાના ગાયને છોડી મૂકી હતી. જેથી પાલિકાના કર્મચારીઓ અને

પશુપાલકો વચ્ચે સાંઠગાંઠની શક્યતા વ્યકત કરાઈ હતી.