નવી દિલ્હી 

કેટલાયે લોકોને ડાન્સ કરવાનો જબરદસ્ત શોખ હોય છે પણ હવે આ શોખ માત્ર શોખ ન રહેતા ઓલિમ્પિક રમત બનવા જઇ રહ્યુ છે. સાંભળીને તમને નવાઇ લાગશે વાત જાણે એમ છે કે બ્રેકડાન્સ હવે સત્તાવાર રીતે ઓલિમ્પિક રમત બનવા જઈ છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)એ તેનો સમાવેશ 2024 માં પેરિસમાં યોજાનારી રમતોમાં કરી લીધો છે. (IOC)એ યુવા દર્શકોને આકર્ષિત કરવા આ નિર્ણય લીધો છે.

આ સિવાય આ સ્પોર્ટ્સમાં સ્કેટબોર્ડિંગ, સ્પોર્ટ ક્લાઇમ્બીંગ અને સર્ફિંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રણ રમતો ટોક્યો ઓલિમ્પિક્સમાં શામેલ થવાની હતી, જે કોરોના વાયરસ રોગચાળાને કારણે એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવી હતી.

આઇઓસીએ (IOC) ટોક્યોની તુલનામાં પેરિસ ગેમ્સમાં મેડલ ઇવેન્ટ્સની સંખ્યામાં 10નો ઘટાડો કર્યો, જેનો અર્થ છે કે હવે 329 મેડલ ઇવેન્ટ્સ થશે. વેટલિફ્ટિંગની 4 કેટેગરીઝ ઓછી કરી દેવામાં આવી છે. આ સાથે, 2024 માં ખેલાડીઓનો ક્વોટા 10500 હશે, જે ટોક્યો ઓલિમ્પિક્સ કરતા 600 ઓછા ખેલાડીઓ કરી દેવામાં આવ્યો છે.

બોક્સીંગ અને વેઇટલિફ્ટિંગને વહીવટી ગેરરીતિઓનો સૌથી વધુ ભોગ બનવું પડ્યું છે. પેરિસ ગેમ્સમાં વેઇટ લિફ્ટિંગમાં 120 ખેલાડીઓ હશે, જે રિયો ડી જાનેરો કરતાં અડધાથી ઓછા છે.. ડોપિંગના ઇતિહાસ અને સુધારાઓના અમલીકરણની ધીમી ગતિને કારણે, તેને પણ સંપૂર્ણપણે દૂર કરી શકાય તેવી શક્યતા હતી.

આઇઓસીએ (IOC) એમ પણ કહ્યું હતું કે ઓલિમ્પિકમાં તેનું લાંબા ગાળાનું લક્ષ્ય પુરુષ અને મહિલા ખેલાડીઓની સમાન ભાગીદારી છે. બ્રેકડાન્સિંગ હવે બ્રેકિંગના નામે જાણીતુ થશે સિત્તેરના દાયકામાં અમેરિકામાં તે નામથી જાણીતું હતુ.

બ્યુનોસ આયર્સમાં યુવા રમતોમાં સફળ અજમાયશ પછી બે વર્ષ પહેલાં પેરિસના આયોજકોએ તેનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આઇઓસી બોર્ડે તેને પછીથી મંજૂરી આપી દીધી હતી તેમજ 15,000 કિમી દૂર પેસિફિક મહાસાગરમાં તાહિતીના કાંઠે સર્ફિંગ ગેમનુ આયોજન થશે.