બર્લિન

બાયર્ન મ્યુનિચે ઓગસબર્ગને ૫-૨ થી પરાજિત કર્યા પછી ૩૦ મી વખત બુંડેસ્લિગા ટાઇટલ જીત્યું. બાયર્ન મ્યુનિચનો રોબર્ટ લવાન્ડોવસ્કી બુંડેસ્લિગાની એક સીઝનમાં સૌથી વધુ ગોલ ફટકારનાર બન્યો. તેણે ઓગસબર્ગ સામેની અંતિમ ક્ષણોમાં ગેરાર્ડ મુલર (૪૦ ગોલ, ૧૯૭૧-૭૨) નો ૪૯ વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો. પોલેન્ડના આ ખેલાડીએ જર્મનીની ટોપ ડોમેસ્ટિક ફૂટબોલ લીગમાં ઓગસબર્ગ સામે ૯૦ મી મિનિટમાં ગોલ કરતા બાયર્ન મ્યુનિકને ૫-૨ થી જીતાડવામાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. વર્તમાન સિઝનમાં તેના ૪૧ ગોલ સાથે તેણે ૧૯૭૧-૭૨ની સીઝનમાં બાયર્નના દિગ્ગજ ખેલાડી ગેર્ડ મુલર દ્વારા સ્થાપિત રેકોર્ડ તોડ્યો. મુલરે તે સિઝનમાં ૪૦ ગોલ કર્યા હતા.