વડોદરાા, તા. ૩૧

બિનમુસ્લિમ યુવકો સાથે સંબંધો રાખતી મુસ્લિમ યુવતીઓને બચાવવાના બહાને બનાવેલા વોટ્‌સએપ ગ્રુપમાં અન્ય ધર્મના લોકોની લાગણી ફેલાય તેવા મેસેજાે અને બિનમુસ્લિમ યુવકની મારઝુડની ક્લિપો વાયરલ કરી શહેરમાં કોમી વૈમનસ્ય ફેલાવવાના ષડયંત્રના છેડા રાજ્યભરમાં ફેલાયેલા હોવાયેલી વિગતો સપાટી પર આવતા પોલીસ તંત્ર ચોંકી ઉઠ્યું છે. બનાવની ગંભીરતા જાેતા ખુદ સેન્ટ્રલ આઈબીની ટીમે પણ આ બનાવની તપાસમાં જાેડાઈ છે.

ચકચાર મચાવનારા બનાવ અંગે શહેર પોલીસ કમિ.અનુપમસિંહ ગહલૌતે જણાવ્યું હતું કે ગત ૨૫મી તારીખે એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં ગોત્રી સુબેદાર કમ્પાઉન્ડમાં એક મુસ્લિમ યુવતી સાથે બેઠેલા બિનમુસ્લિમ યુવકને લઘુમતિ કોમના યુવતી સહિતના ટોળાએ અપશબ્દોનો મારો ચલાવી માર માર્યો હતો. આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તેની તપાસ માટે પોલીસ કમિ.એ શહેરના ઝોન-૨ના ડીસીપી અભય સોનીને આદેશ કર્યા હતા. ડીસીપી અભય સોનીના માર્ગદર્શન હેઠળ ગોત્રી પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ કરી વીડિયોમાં દેખાતો ટોળાનો ભોગ બનેલા યુવકને શોધી કાઢ્યો હતો, જેની પૂછપરછ બાદ એવી ચોંકાવનારી વિગતો સપાટી પર આવી હતી કે શહેરમાં લઘુમતિ કોમના ૫૦૦થી વધુ યુવકોના ટોળએ ‘રિલીજિયસ મોરલ પોલિસિંગ’ માટે સોશિયલ મીડિયામાં વોટ્‌સએપ ગ્રૂપ બનાવ્યા હતા, જેમાં મુસ્લિમ જ્ઞાતિની યુવતી કોઈ પણ અન્ય જ્ઞાતિના યુવકના સંપર્કમાં હોવાની જાણ થાય તો તે યુવતીને આ ગ્રૂપમાં ટાર્ગેટ બનાવવામાં આવતી હતી.

આવી મુસ્લિમ યુવતી ઘરેથી ક્યારે નીકળી, કયા વાહન પર જાય છે, તેના મિત્રોને ક્યાં મળે છે અને તેઓ છેલ્લે ક્યાં બેઠાં છે તેની ગ્રૂપના મેમ્બરો દ્વારા પીછો કરીને રેકી કરી છેલ્લા લોકેશનની વિગતો ગ્રૂપમાં ફોરવર્ડ કરવામાં આવતી. છેલ્લે મુસ્લિમ યુવતી અને તેની સાથેનો યુવક જયાં ભેગાં થયા હોય કે બેઠાં હોય ત્યાં આ ગ્રૂપના સભ્યો (જેમાં કેટલીક મહિલાઓ પણ સામેલ છે) ટોળા સ્વરૂપે પહોંચીને મુસ્લિમ યુવતી અને તેની સાથેના યુવકને ધાકધમકી આપી માર મારતા હતા. પોલીસને એવી પણ માહિતી મળી હતી કે આ ગ્રૂપના સભ્યો સંબંધિત યુવતીના વાલીઓનો સંપર્ક કરી યુવતીની સગાઈ થઈ હોય કે લગ્ન થયા હોય તો તે તોડી નાખવાની ધમકી આપી પૈસા પડાવવા માટે બ્લેકમેલ પણ કરતા હતા. એટલું જ નહીં આ ગ્રૂપના સભ્યો અમદાવાદ, આણંદ અને ભાવનગર સહિત અન્ય રાજ્યોમાં પણ આ જ રીતે બનાવેલાં ગ્રૂપ સાથે જાેડાયેલા હોઈ આ રાજયવ્યપી ષડયંત્ર હોવાનું મનાતું હોવાથી આ બનાવની તપાસ હવે ડીસીપીને સોંપાઈ છે.

મોબ લીન્ચીંગ જેવી ઘટનાને અંજામ આપીને શહેરમાં કોમી વૈમનસ્ય ફેલાય એવા સોશ્યલ મિડિયાના માધ્યમથી પ્રયાસ માટે મુસ્લીમ યુવકો દ્વારા સૈાથી પહેલા હુસેની આર્મી ગ્રુપ ત્યારબાદ આર્મિ ઓફ મહેંદી ગ્રુપ બનાવીને બંને ગ્રુપને ડિલીટ કર્યા બાદ હાલમાં લશ્કરે આદમ નામનું ગ્રુપ ચાલતું હતું. પોલીસને આ ગ્રુપમાં થઈ રહેલી ગેરરીતીની માહિતી મળી હોવાની જાણ થતાં જ આ ગ્રુપના સભ્યોએ જાતે એક્ઝિટ થવાની શરૂઆત કરી હતી અને હાલમાં આ ગ્રુપમાં ૨૫૪ મેમ્બર્સ છે. પોલીસ કમિ.એ જણાવ્યું હતું કે પોલીસે અત્યાર સુધી આ બનાવમાં ગ્રુપના એડમીન સહિત ૮ની ધરપકડ કરી છે અને ૯ને અટકાયતમાં લઈ તેઓની પુછપરછ શરૂ કરાઈ છે.

૨૭મી તારીખે કમાટીબાગની બહાર ગોરવાના યુવકને ટાર્ગેટ બનાવેલો

લશ્કરે આદમ ગ્રુપ દ્વારા ચાર દિવસ પહેલા જ કમાટીબાગની સામે જાહેરમાર્ગ પર હિન્દુ યુવકને ટાર્ગેટ કરાયો હતો. આ ઘટના અંગે સુત્રોએ જણાવ્યું હતું કે ૨૭મી તારીખના બપોરે ત્રણ વાગે કમાટીબાગના ગેટ-૩ની સામે ગોરવામાં રહેતો અને ફ્રુટની લારી ચલાવતો એક યુવક મુસ્લીમ યુવતી સાથે બેઠો હતો તે સમયે બે ટુવ્હીલર પર ત્રણ મુસ્લીમો યુવકો ત્યાં આવી પહોંચ્યા હતા. તેઓએ હિન્દુ યુવક સાથે બેઠેલી મુસ્લીમ યુવતીનો જાહેરમાં ઉઘડો લીધા બાદ યુવક પર અપશબ્દોનો મારો ચલાવ્યો હતો. ત્યારબાદ ત્રણેય યુવકોએ હિન્દુ યુવકને લાઝા અને ફેંટો ઝીંકી પટ્ટાથી માર માર્યો હતો જેમાં તેના પીઠના ભાગે ઉઝરડાઓ પડી ગયા હતા. આ હુમલા દરમિયાન મુસ્લીમ યુવતી તુરંત ત્યાંથી રવાના થઈ હતી અને ટોળું ભેગુ થતાં ત્રણેય યુવકો પણ ત્યાંથી કાલાઘોડા તરફ ફરાર થયા હતા. આ બનાવ સમયે હાજર કેટલાક યુવકોએ હિન્દુ યુવકને થયેલી ઈજાના ફોટા પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે હુમલાનો ભોગ બનેલા હિન્દુ યુવકે મદદ માટે ૧૦૦ નંબર પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો પરંતું પોલીસ તુરંત નહી આવતા આ યુવક તેની પર કદાચ ફરી હુમલો થશે તેવી દહેશતે ત્યાંથી તેના મિત્ર સાથે રવાના થયો હતો.

હુમલા બાદ ઉઠાવી જવાની વોટસએપ કોલ પર ધમકી

કમાટીબાગ પાસે જાહેરમાં ઢોર માર માર્યા બાદ હુમલાખોરોએ ઈજાગ્રસ્ત યુવકને ફોન કર્યો હતો જેમાં યુવકે મેરી ગલતી હૈ..મુઝે માફ કરદો તેમ કહી તેના એક્ટિવાની ચાવી પરત આપી દેવાનું કહેતા હુમલાખોરોએ ચાવી ત્યાં જ ફેંકી છે તેમ કહી તેને ફરી ગાળો ભાંડી હતી અને તેરી ગોરવા મે લારી હૈ ના ? શામ કો તેરે ઘર પે આયે ? તેવી ચેલેન્જ ફેંકી તેને તેના વિસ્તારમાંથી ઉઠાવી જવાની ધમકી ઉચ્ચારી હતી. આ વોટ્‌સએપ કોલની ઓડિયો ક્લિપ વાયરલ યુવકે તેના મિત્રોને મોકલતા વાયરલ થઈ છે.

ડ્ઢઝ્રઁએ છઝ્રઁ-સ્ટાફનો ઉઘડો લીધો

આ ચકચારભર્યા બનાવની તપાસમાં ગોત્રી પોલીસ ઉણી ઉતરી છે અને માધ્યમોને અલગ અલગ વિગતો આપી વિવાદ ઉભો કરતા ખુદ શહેર પોલીસ કમિ.ને આ બાબતે માધ્યમો સાથે સંવાદ સાધવા માટે આજે ગોત્રી પોલીસ મથકમાં આવવાની ફરજ પડી હતી. એટલું જ આવી ગંભીર બનાવની તપાસમાં કોઈ સંકલન નહી હોવાની વિગતો પણ સવારે સપાટી પર આવી હતી. આજે ગોત્રી પોલીસ મથકના ડીસ્ટાફના રૂમમાં બંધબારણે સેન્ટ્રલ આઈબીની ટીમ આરોપીઓની પુછપરછ કરતી હતી પરંતું સેન્ટ્રલ આઈબીની ટીમ આવી હોવાની ડીસીપી અભય સોનીને કોઈ જાણ કરાઈ નહોંતી. લોકસત્તા-જનસત્તા દ્વારા આ અંગે ડીસીપી અભય સોનીને જાણ કરતા તે ચોંકી ઉઠ્યા હતા અને આ અંગે તુરંત ડીસ્ટાફના જવાનો અને ડી-ડિવઝીનના એસીપી કાટકડને કેબિનમાં બોલાવીને ઉચ્ચાધિકારીઓને આવી ગંભીર માહિતી નહી આપવાના મુદ્દે ઉઘડો લીધો હતો.

૮ મોબાઈલમાં ૫૦થી વધુ વાંધાજનક ક્લિપો મળી

શહેર પોલીસ કમિ.એ જણાવ્યું હતું કે આ ષડયંત્રના માસ્ટર માઈન્ડ ત્રિપુટી સહિતના આઠ આરોપીઓના મોબાઈલ ફોન જપ્ત કરાયા છે જેમાં અનેક વાંધાજનક મેસેજાે અને ચેટીંગ મળી છે તેમજ ૫૦ જેટલી હુમલાની ક્લિપીંગો મળી છે જેને જાેતા આ ષડયંત્રમાં ૫૦થી વધુ લોકો ભોગ બન્યા હોવાનું અનુમાન છે. આ ગ્રુપમાં એડમીન સહિતના સુત્રધારોને કોઈ આર્થિક મદદ કરતું હતું કે કેમ તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે. હાલમાં એફએસએલમાં આઠ મોબાઈલ મોકલાયા છે જેમાં ડિલીટ કરેલા મેસેજાે અને ક્લિપો રિકવર કરવાની તજવીજ હાથ ધરાશે જેમાં વધુ વિગતો સપાટી પર આવશે.

આરોપીની લોકઅપમાંથી ધમકી

શહેરમાં કોમી વૈમનસ્ય ફેલાવવાના પ્રયાસના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ હાલમાં લોકઅપમાં હોવા છતાં તેઓને પોલીસનો કોઈ જ ડર નથી તેવુ સાફ દેખાઈ રહ્યું છે. આજે સવારે ગોત્રી પોલીસ મથકના લોકઅપમાં કેદ આરોપીઓ પૈકી એક આરોપીને લોકઅપમાં કોઈએ ચા નો કપ આપ્યો હતો. આ સમયે આવી પહોંચેલા પોલીસ જવાને લોકઅપની અંદર કેવી રીતે ચા આવી તેવું પુછતાં જ આરોપીએ ઉગ્રતા સાથે મોટા અવાજે પોલીસ જવાનને મૈં ચાય પી રહાં હું..તેરે કો ક્યાં હૈ ..તેમ કહી ધમકાવીને અપમાન કર્યું હતું.

લવજેહાદના ષડયંત્રની ૫ણ સંંભાવના

આરોપીઓ ભલે મુસ્લીમ યુવતીઓને બચાવવા માટે અને પોતાની કોમમાં હીરો થવા માટે આ રીતે વોટ્‌સએપ ગ્રુપ બનાવીને ષડયંત્ર રચ્યુ હોવાની કબુલાત કરે છે પરંતું આ બનાવની તપાસમાં જેમ જેમ ગંભીર વિગતો સપાટી પર આવ છે તેને જાેતા આ ષડયંત્ર હિન્દુ યુવતીઓને ફસાવીને લહજેહાદ કરવા વ્યવસ્થિત ષડયંત્ર હોવાનું પણ જાણકારોમાં શંકા છે. આ ગ્રુપમાં મોટાભાગે ફળો, ફાલુદાની લારીઓવાળા તેમજ ઘરે આવીને એસી અને ઈલેકટ્રોનીક્ સાધનો રિપેર કરનાર મુસ્લીમ યુવકો વધુ છે. આ એવો વર્ગ છે જેઓના સંપર્કમાં મોટાભાગે હિન્દુવર્ગની યુવતીઓ પણ મોટી સંખ્યામાં આવે છે. હિન્દુ યુવતીઓ સાથે સંપર્ક લવજેહાદ આચરવામાં આવતુ હતું કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

૮ મોબાઈલમાં ૫૦થી વધુ વાંધાજનક ક્લિપો મળી

શહેર પોલીસ કમિ.એ જણાવ્યું હતું કે આ ષડયંત્રના માસ્ટર માઈન્ડ ત્રિપુટી સહિતના આઠ આરોપીઓના મોબાઈલ ફોન જપ્ત કરાયા છે જેમાં અનેક વાંધાજનક મેસેજાે અને ચેટીંગ મળી છે તેમજ ૫૦ જેટલી હુમલાની ક્લિપીંગો મળી છે જેને જાેતા આ ષડયંત્રમાં ૫૦થી વધુ લોકો ભોગ બન્યા હોવાનું અનુમાન છે. આ ગ્રુપમાં એડમીન સહિતના સુત્રધારોને કોઈ આર્થિક મદદ કરતું હતું કે કેમ તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે. હાલમાં એફએસએલમાં આઠ મોબાઈલ મોકલાયા છે જેમાં ડિલીટ કરેલા મેસેજાે અને ક્લિપો રિકવર કરવાની તજવીજ હાથ ધરાશે જેમાં વધુ વિગતો સપાટી પર આવશે.

આરોપીની લોકઅપમાંથી ધમકી

શહેરમાં કોમી વૈમનસ્ય ફેલાવવાના પ્રયાસના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ હાલમાં લોકઅપમાં હોવા છતાં તેઓને પોલીસનો કોઈ જ ડર નથી તેવુ સાફ દેખાઈ રહ્યું છે. આજે સવારે ગોત્રી પોલીસ મથકના લોકઅપમાં કેદ આરોપીઓ પૈકી એક આરોપીને લોકઅપમાં કોઈએ ચા નો કપ આપ્યો હતો. આ સમયે આવી પહોંચેલા પોલીસ જવાને લોકઅપની અંદર કેવી રીતે ચા આવી તેવું પુછતાં જ આરોપીએ ઉગ્રતા સાથે મોટા અવાજે પોલીસ જવાનને મૈં ચાય પી રહાં હું..તેરે કો ક્યાં હૈ ..તેમ કહી ધમકાવીને અપમાન કર્યું હતું.

આર્મી ઓફ મહેંદી ગ્રુપના વધુ પાંચ આરોપીઓના પાંચ દિવસના રીમાન્ડ પર

શહેરમાં આર્મી ઓફ મહેંદીના નામે વોટ્‌સએપ ગ્રુપ બનાવી કોમી વૈમનસ્ય ફેલાવવાના કેસમાં અત્યાર સુધીમાં ગોત્રી પોલીસે પહેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ બુધવારના રોજ રાત્રીના સમયે વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ગોત્રી પોલીસે આકિબ અલી મહેબુબ અલી સૈયદ, મોસીન જીકરૂલા પઠાણ, નોમાન અબ્દુલ રશિદ શેખ, અબરારખાન અનવરખાન સિંધી અને મોઇન ઇબ્રાહિમ શેખને આજ રોજ કોર્ટમાં રજુ કરીને ૧૪ દિવસના રીમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જાે કે, નામદાર કોર્ટે આ તમામ પાંચેય આરોપીઓના પાંચ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતાં.