ગાંધીનગર-

ગુજરાતમાં નાના બાળકો પાસે મજૂરી કરાવવી એ એક મોટો અપરાધ અને ગુનો બને છે. ત્યારે આ નિયમોમાં સુધારા સાથે ગુરુવાર વિધાનસભા ગૃહમાં બાળ અને કિશોર શરણમ પ્રતિબંધ અને નિયમન સુધારા બિલ શ્રમ પ્રધાન દિલીપ ઠાકોર દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના ધારાસભ્યો અને અપક્ષના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મનરેગામાં બાળકોને મજૂરી રાખતા હોવાનું અને તેમને મજૂરી ચૂકવાનું હોવાની પણ વિધાનસભામાં જાણ કરી હતી. જ્યારે આ તમામ વિગતોને ધ્યાનમાં રાખીને બાળ અને કિશોર શ્રમ બિલ પસાર કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં બાળ આશ્રમ નિયમોમાં સુધારો કરવાના મુખ્ય ઉદ્દેશ અને કારણોમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, તમામ વ્યવસાયોમાં બાળ મજૂરી પર પ્રતિબંધ મૂકવા અને બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ શિક્ષણનો અધિકાર આપવા માટેની જોગવાઈને ધ્યાનમાં લઈને અને તેમને શાળામાં તેમની નામનો અને સરળ બનવાની પ્રક્રિયા કરવાના હેતુથી સુધારો લાવવામાં આવ્યો હતો. આ સુધારા પ્રમાણે કિશોર જે 14 વર્ષ પૂરા થયા હોય, પરંતુ 18 વર્ષ પૂર્ણ ન થયા હોય તેવી વ્યક્તિને જોખમી વ્યવસાયમાં રોજગાર આપવા પર પ્રતિબંધ મૂકવા અને કિશોરની સેવાની શરતોનો અમલ કરવા માટેની જોગવાઇ કરવામાં આવી હતી.