બિજીંગ 

બજારમાં તેલ લેવા જાવ તો શક્ય છે કે, વેપારી ગઈકાલે કીધેલા ભાવને બદલે નવા ભાવ કહે. ગ્રાહકને અચરજ થાય કે, એક દિવસમાં એવો કયો ફેરફાર થતો હશે, પણ આવી કેટલીક કોમોડીટીના ભાવો રોજે રોજ બદલાય છે. એ જ રીતે આજકાલ ફોર્બ્સની યાદીમાં દુનિયાના અબજાેપતિઓની યાદીમાં પણ ચઢ-ઉતર જાેવા મળે છે.

બે દિવસ પહેલાં તમે અખબારોમાં વાંચ્યું હશે કે, ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ અબજાેપતિની યાદીમાં ચીની ઉદ્યોગપતિને પાછળ પાડી દઈને તેઓ ૯મા ક્રમે પહોંચી ગયા છે. હવે આજના સમચાર સાંભળો કે, ચીનના વોટર બોટલિંગ બિઝનેસના એ જ ઉદ્યોગપતિ નામે ઝોંગ શાનશાને હવે છલાંગ મારીને મોટું નામ ધરાવતા અબજપતિ વોરન બફેટને પાછળ પાડી દીધા છે અને તેઓ પોતે હવે છઠ્ઠા ક્રમે પહોંચી ગયા છે. આ યાદીમાં મુકેશ અંબાણી આજે ૧૦મા ક્રમે પહોંચ્યા છે, જ્યારે પહેલા ક્રમે જ્યોફ બેઝોસ અને પાંચમા ક્રમે ફેસબૂક ફેઈમ ઝૂકરબર્ગ હજી અડીખમ છે. બિલ ગેટ્‌સ ચોથા ક્રમે જામી રહ્યા છે. યુવાનો અને એન્જીનિયર્સના ફેવરીટ એલન મસ્ક ત્રીજા ક્રમે છે.