દિલ્હી-

લદ્દાખમાં ચાલી રહેલા તણાવની વચ્ચે ચીન પોતાના હેકર્સની મદદથી ભારતમાં બ્લેકઆઉટ કરાવાની ફિરાકમાં હતું. અમેરિકન મીડિયા ન્યૂયોર્ક ટાઇમ્સના એક અભ્યાસે દાવો કર્યો કે ચીની હેકર્સની ફોજે ઑક્ટોબરમાં પાંચ દિવસની અંદર ભારતના પાવર ગ્રીડ, આઇટી કંપનીઓ અને બેન્કિંગ સેક્ટર્સ પર ૪૦૫૦૦ વખત સાઇબર એટેક કરાવ્યો હતો. આ સ્ટડીમાં કહ્યું છે કે જૂનમાં ગલવાન ઘાટી અથડામણના ચાર મહિના બાદ ૧૨ ઑક્ટોબરના રોજ મુંબઇમાં થયેલા બ્લેકઆઉટમાં ચીનનો હાથ હતો.

વાત એમ છે કે આ ભારતના પાવર ગ્રીડની વિરૂદ્ધ એક મોટા ચીની સાઇબર અભિયાનના એક ભાગના કેમ્પેઇનનું પરિણામ હતું. ચીન એ જાેવાની કોશિશમાં હતું કે જાે સરહદ પર તેની વિરૂદ્ધ કાર્યવાહી કરીએ તો તે ભારતના અલગ-અલગ પાવરગ્રીડ પર મેલવેયર એટેક કરી તેને બંધ કરી દેશે. આ અભ્યાસમાં એ પણ કહ્યું કે એ દિવસોમાં ચીની મેલવેયર ભારતમાં વીજળીના સપ્લાયને નિયંત્રિત કરનાર સિસ્ટમસમાં ઘૂસી ચૂકયું હતું. જેમાં હાઇ વોલ્ટેજ ટ્રાન્સમીશન સબસ્ટેશન અને થર્મલ પાવર પ્લાન્ટ પણ સામેલ હતા.

અમેરિકાની સાઇબર સિક્યોરિટી કંપની રિકૉર્ડેડ ફ્યુચરના રિપોર્ટમાં ભારતની વીજળઈ સપ્લાય લાઇનમાં ચીનની ઘૂસણખોરીનો દાવો કરાયો છે. આ કંપની સરકારી એજન્સીઓની સાથે ઇન્ટરનેટના ઉપયોગનો અભ્યાસ કરે છે. કંપનીએ કહ્યું કે મોટાભાગના ચીની મેલવેયર કયારેય એક્ટિવેટ કરાયા નહોતા. જાે રે રેકોર્ડેડ ફ્યુચર ભારતની પાવર સિસ્ટમની અંદર પહોંચી શકયા નહોતા આથી તેની તપાસ થઇ શકી નહીં.

રેકોર્ડેડ ફ્યુચરના ચીફ ઓપરેટિંગ ઓફિસર સ્ટુઅર્ટે સોલોમને કહ્યું કે ચીનના સરકારી હેકર્સી રેડ ઇકો નામની ફર્મે છાનામાન એ રીતે ભારતના એક ડઝનથી વધુ પાવર જનરેશન ટ્રાન્સમિશન લાઇનમાં ઘૂસણખોરી માટે એડવાન્સ સાઇબર હેકિંગ માટે તકનીકોનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કર્યો હતો. એ સમયે જ મુંબઇમાં પાવર ગ્રીડ ફેલ થવાથી વીજળી સપ્લાયમાં અડચણ ઉભી થઇ હતી. જાે કે એ સાબિત કરી શકાયું નથી કે તેની પાછળ સાઇબર એટેક હતો કે કોઇ બીજું કારણ.