મુંબઇ-

જાણીતા સિનેમેટોગ્રાફર અને ડાયરેક્ટર કેવી આનંદનુ નિધન થઈ ગયુ છે. 30 એપ્રિલની સવારે 3 વાગે કેવી આનંદે ચેન્નઈમાં પોતાના અંતિમ શ્વાસ લીધા. રિયાઝ અહેમદના જણાવ્યા અનુસાર કેવી આનંદને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. તેઓ 54 વર્ષના હતા. કેવી આનંદના અચાનક નિધનથી તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને તેમના ફેન્સને ભારે ઝટકો લાગ્યો છે. કેવી આનંદને એક્શન થ્રિલર ફિલ્મોના નિર્દેશન માટે ઓળખવામાં આવતા હતા. તેમણે Ayan અને Anegan જેવી ફિલ્મો ડાયરેક્ટ કરી હતી. રિપોર્ટ મુજબ કેવી આનંદને શુક્રવારની સવાર કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો ત્યારબાદ તેમનુ નિધન થઈ ગયુ છે. કાલે રાતે છાતીમાં તીવ્ર દુઃખાવો થયો હતો ત્યારબાદ તેમને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.

કેવી આનંદે પોતાના કરિયરની શરૂઆત એક ફ્રીલાંસર ફોટો જર્નાલિસ્ટ તરીકે કરી હતી. તેમણે પ્રમુખ મેગેઝીનોમાં કામ કર્યુ. 90ના દશકમાં કેવી આનંદ સિનેમેટોગ્રાફર પીસી શ્રીરામને મળ્યા અને તેમની સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારબાદ કેવી આનંદે ગોપુરા વસાલિલે, અમરાન, દેવર મગન અને થિરુડા થિરુડા જેવી ફિલ્મોમાં આસિસટન્ટ સિનમેટોગ્રાફર તરીકે કામ કર્યુ. કેવી આનંદે 1994માં નિર્દેશક પ્રિયદર્શનની ફિલ્મ 'તત્માવિં કોમ્બથ'માં સિનેમેટોગ્રાફર તરીકે કામ કર્યુ. કેવી આનંદની આ પહેલી ફિલ્મ હતી જેમાં તેમણે એક સિનેમેટોગ્રાફર તરીકે કામ કર્યુ હતુ. કેવી આનંદ ફિલ્મમાં પોતાના કામ માટે બેસ્ટ સિનેમેટોગ્રાફરનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ જીત્યા છે.

કેવી આનંદની પહેલી તમિલ ફિલ્મ 'કધલ દેશમ' 1996માં આવી હતી. 'નેરુકુ નેર', 'મુધલવન', 'બૉયઝ એન્ડ શિવાજીઃ ધ બૉસ' જેવી ફિલ્મોમાં કેવી આનંદે સિનેમેટોગ્રાફર તરીકે કામ કર્યુ છે. કેવી આનંદે એક ફોટો જર્નાલિસ્ટ અને સિનેમેટોગ્રાફર તરીકે સારો એવો અનુભવ લીધા બાદ નિર્દેશક(ડાયરેક્ટર) બનવાનો નિર્ણય કર્યો. કેવી આનંદે પોતાની ડાયરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ 'કાના કાંડેન' બનાવી. જો કે ફિલ્મને સારા રિવ્યુ ન મળ્યા અને ફિલ્મ ફ્લૉપ રહી. પરંતુ આનંદે પોતાનુ કામ ચાલુ રાખ્યુ. 2009માં કેવી આનંદે ડાયરેક્ટર તરીકે પોતાની બીજી ફિલ્મ 'અયાન' બનાવી જે બ્લૉકબસ્ટર રહી. ફિલ્મમાં સૂર્યા અને તમન્ના ભાટિયા લીડ રોલમાં હતા. અયાન સૌથી વધુ કમાણી કરનારી તમિલ ફિલ્મ હતી. કેવી આનંદે ડાયરેક્ટર તરીકે છેલ્લી ફિલ્મ 'કપ્પન' બનાવી હતી.