સુરત-

ગુજરાતમાં કોરોના સંક્રમણમાં વધારો થતા આજ રોજ મંગળવારના રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસોને લઈને રાજ્ય સરકારે આવતી કાલના રોજ તા. 17 માર્ચ 2021થી ચાર મહાનગરો જેવાં કે, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુને અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. આ રાત્રિ કરફ્યુ 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે.

ત્યારે હવે રાજ્યમાં સૌથી વધુ કેસોનું પ્રમાણ સુરતમાં જોવા મળતા સુરતનું તંત્ર મોડ એક્શનમાં આવ્યું છે. સુરતમાં કોરોનાના કેસોમાં વધારો થતાં મનપા તંત્ર હરકતમાં આવ્યું છે. મનપા દ્વારા શહેરમાં બીઆરટીએસના કુલ 20 જેટલા રૂટ બંધ કરવામાં આવ્યા છે. શહેરના રાંદેર, અઠવા, અડાજણ, પાલ અને ટેક્સટાઇલ્સ માર્કેટ વિસ્તારમાં બીઆરટીએસ તેમજ સિટી બસ સેવા બંધ કરવામાં આવી છે. સુરતમાં 20 રૂટની કુલ 300 જેટલી બસો બંધ કરવામાં આવી છે.સુરતના તમામ બાગ- બગીચાઓ બંધ કરાવવામાં આવ્યા છે. શહેરના કુલ આઠ ઝોનમાં આવેલ બાગ - બગીચા બંધ કરવાનો આદેશ કરાયો છે. સુરતમાં વધતા કોરોનાના કેસોને તંત્ર એલર્ટ બન્યું છે. આ સાથે સ્વીમીંગ પુલો પણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુનો સમયગાળો વધારવામાં આવ્યો છે..ત્યારે એસટી તંત્રએ આજ રાતથી જ મહાનગરો માટે એસટી બસનુ શિડ્યુઅલ બદલી દીધુ છે અને એસટી બસના શિડ્યુઅલમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.