સુરત, મુખ્યમંત્રી રૂપાણીએ સુરત ખાતેના અડાજણ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારના અંદાજિત રૂ.૪૩૧.૩૨ કરોડના અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ(સુડા)ના રૂ.૮૨.૮૩ કરોડના મળી કુલ રૂ.૫૧૪.૧૫ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કર્યું હતું. આ વેળાએ આભવાથી ઉભરાટ સુધી રૂા.૨૦૦ કરોડના ખર્ચે નવા બ્રિજ બનાવવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે સરકારે પૂરી તાકાત લગાવી દીધી છે . વિકાસની હરણફાળમાં સતત અગ્રેસર તથા શહેરના સમતોલ વિકાસથી પ્રજાભિમુખ પ્રકલ્પોને આગળ ધપાવતી સુરત મહાનગરપાલિકા દ્વારા રૂા.૪૩૧.૩૨ કરોડના ખર્ચે વરાછા અને રાંદેર ઝોનમાં સાકારિત સુમન હાઈસ્કૂલ, વાંચનાલય, ઈ-બસની સુવિધા અને વર્કિંગ વુમન હોસ્ટેલ સહિતના વિવિધ પ્રકલ્પોનો સમાવેશ થાય છે.રૂા.૪૩૧.૩ર કરોડના ખર્ચે શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં દ્ગઇઝ્રઁ યોજના અંતર્ગતના કામો, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસો, લિંબાયત-ડીંડોલી વિસ્તારને જાેડતો રેલવે અંડરપાસ તથા નગર પ્રાથમિક શાળા, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ઓવરહેડ ટાંકી, આંગણવાડી, કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જ્યારે સુરત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ઁસ્ આવાસ યોજના અંતર્ગત સાકારિત થનાર આવાસો, ખાડી પુલ તથા રોડ વિગેરેના અંદાજિત રૂા. ૮ર.૮૩ કરોડના ખર્ચના વિવિધ પ્રકલ્પોની તકતીઓની અનાવરણવિધિ સંપન્ન થઈ હતી.સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ગ્રોસ કોસ્ટ કોન્ટ્રાકટ મોડલથી ૧૫૦ ઈલેકટ્રીક બસ લોકાર્પિત કરાશે. સુરત શહેરના બાંધકામ શ્રમિકોને પરિવહન માટે વાર્ષિક ધોરણે બસ પાસ અર્પણ કરાશે.