સુરત-

સુરતમાં  તા.20 ઓક્ટોબરના રોજ CM વિજય રૂપાણીના હસ્તે SMC અને સુરત શહેરી વિકાસ સત્તામંડળના રૂ.201.86 કરોડના વિકાસ પ્રકલ્પોનું ઈ-માધ્યમથી લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં આરોગ્ય રાજયમંત્રી કિશોર કાનાણી, મેયર જગદીશ પટેલ, ધારાસભ્યઓ તથા મનપાની વિવિધ સમિતિઓના ચેરમેન તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

આ પ્રોજેક્ટમાં સહારા દરવાજાથી કુંભારીયા(સારોલી) સુધીના BRTS કોરિડોરને કડોદરા સુધીનું વિસ્તૃતીકરણ, રાંદેર ઝોનમાં રૂ.1.16 કરોડના ખર્ચે વરીયાવ-તાડવાડી ખાતે હેલ્થ સેન્ટર, રૂ.12 લાખના ખર્ચે ગઝેબો તથા ગાર્ડન, રૂ.14 લાખના ખર્ચે અડાજણ ખાતે નિર્મિત શાંતિકુંજ તેમજ કિલ્લોલ કુંજનું લોકાર્પણ થશે. રૂ.51.88 કરોડના ખર્ચે અઠવા જોનમાં અણુવ્રત દ્વાર જંકશનથી મનાબા પાર્ક સુધીના કેનાલ રોડ પર સંપૂર્ણ પહોળાઈમાં સી.સી.રોડ, ફુટપાથ, સ્ટ્રીટલાઈટ, સ્ટ્રીટ ફર્નિચર, કેનાલ બ્યુટિફિકેશન, રૂ.17.21 કરોડના ખર્ચે વેસુ-ભરથાણામાં ડ્રેનેજ સિસ્ટમનો સમાવેશ છે.

આ સિવાય, ઉધના ઝોનમાં સમાવિષ્ટ ઉન ગામે રૂ.2.63 કરોડના ખર્ચે નવી પ્રાથમિક શાળાનું કામ, રૂ.1.63 કરોડના ખર્ચે જહાંગીરાબાદ ખાતે મોઝેક ગાર્ડન, રૂ.1.39 કરોડના ખર્ચે બોટનિકલ ગાર્ડનમાં અર્બન હોર્ટીકલ્ચર સેન્ટર અને ટેરેસ ગાર્ડન, લિંબાયતના પરવટ ગામમાં આવેલ જુની વોર્ડ ઓફિસની જગ્યામાં સ્માર્ટ આંગણવાડી, કિલ્લોલકુંજનું પણ લોકાર્પણ થશે. સુડા દ્વારા કુંભારીયા પરવટગામે રૂ.97.32 કરોડના ખર્ચે નિર્મિત PMAY-MMGYના 1,200 આવાસોનું ઈ-લોકાર્પણ CM રૂપાણી દ્વારા કરવામાં આવશે.