ગાંધીનગર-

ગાંધીનગરમાં મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં કોરોનાની કારમી બીજી લહેરે રાજયમાં ઉભી કરેલી પરિસ્થિતી પર ચર્ચા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવા, ઓક્સીઝનની વ્યવસ્થા ઉભી કરવા રસીકરણનો વ્યાપ વધારવા તેમજ 900 બેડની કન્વેનશન સેન્ટર ખાતે ઉભી થઇ રહેલી હોસ્પિટલની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. કેબિનેટ બેઠક દરમ્યાન પ્રધાનોએ કોરોનાની મહામારીમાં નિવૃત થયેલા સિનિયર તબીબોની પણ મદદ લેવામાં આવે તેવું મહત્વપૂર્ણ સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું કે સિનિયર તેમજ અનુભવી નિવૃત સરકારી તબીબોને પણ તાત્કાલિક ફરજ પર પાછા બોલાવવામાં આવે.