રાજકોટ, રાજકોટમાં નિર્માણ પામનાર એઈમ્સ ખાતે પહોંચવા માટે લોકોને સરળતા રહે અને વાહન વ્યવહારની સુવિધા સુદ્રઢ બનાવી શકાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રોડ બનાવવાની કામગીરી પૂરજાેશમાં ચાલી રહી છે. આજે મનપા કમિશનર અને રૂડાના ચેરમેન અમિત અરોરાએ રૂડા વિસ્તારમાં એઈમ્સને જાેડતા રોડની, જામનગર રોડથી છૈં જાેડતા જંક્શનની (નવા રિંગ રોડની શરૂઆત) અને માધાપર ચોકડીથી મોરબી રોડ થઈને એઈમ્સ સુધીના રાજકોટ મહાનગરપાલિકાની બાઉન્ડ્રીમાં બનતા રોડની ચાલુ કામગીરીની વિઝિટ કરી હતી. જેમાં હોસ્પિટલ સુધી પહોંચવાનો રસ્તો ડિસેમ્બર સુધીમાં પુરો કરવા અને કોન્ટ્રાક્ટરોને મેનપાવર અને મશીનરી વધારવા સૂચના આપી હતી.રાજ્ય સરકાર દ્વારા રાજકોટ ખાતે એઈમ્સહોસ્પિટલની કામગીરીને ધ્યાને લઇ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા છૈંૈંસ્જી હોસ્પિટલને જામનગર રોડથી કનેક્ટીવિટી મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકાની હદથી એઈમ્સ હોસ્પિટલ સુધીનાં ૯૦ મીટર ડી.પી. રસ્તાની ૬ માર્ગીય રસ્તો બનાવવાની કામગીરી રકમ રૂ.૯.૯૩ કરોડનાં ખર્ચે ચાલુ છે.