ઝાલોદ, ઝાલોદ તાલુકાના પૂર્વ પટ્ટાના રાજ્યની સરહદે આવેલા ગામોમાં રાજ્ય સરકારની બોર્ડર વિલેજ યોજના હેઠળ પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઇ ભુરીયા સાહેબ ના વરદ હસ્તે તાલુકાના વિવિધ ગામોમાં ઉદવહન સિંચાઇ યોજના હેઠળ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.કાર્યક્રમો માં દરેક જગ્યાએ ગામના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહયા હતા. ત્યારે સરકાર દ્વારા મંજુર કરાયેલા કામોમાં ધાવડીયા ગામે નવીન કામ.(રૂ.૧૮.૨૦ લાખ), ધાવડીયા ગામે સીમલીયા. ફળીયામાં તળાવ આધારીત નવીન  કામ.(રૂ.૪૬.૬૨ લાખ), ફુલપુરા ગામે કુવા આધારીત નવીન  કામ (રૂ.૧૭.૮૭ લાખ), ટીમાચી ગામે કુવા આધારીત નવીન  કામ (રૂ.૧૮.૫૯ લાખ), છાયણ ગામે કુવા આધારીત નવીન  કામ (રૂ.૧૭.૧૭ લાખ )અને કચલધરા ગામે કુવા આધારીત નવીન એલઆઇનું કામ (રૂ.૧૬.૫૦ લાખ )નો સમાવેશ થાય છે. આ પ્રમાણે દરેક જગ્યાએ જુદાં જુદાં કામોનું ખાતમુહૂર્ત વખતે કાર્યક્રમો હાજર લોકોએ કોરોના ને લઈ ફરજીયાત માસ્ક,સોશિયલ ડિસ્ટન્સ તેમજ હેન્ડ વોશ સાથે સેનેટરાઈઝ જેવી તકેદારી રાખી હતી.