શિનોર

કોરોના મહામારી વચ્ચે શિનોર તાલુકાના અવાખલ ગામે કોવીડ કેર સેન્ટર ની અનોખી પહેલ તાલુકા જિલ્લા માટે પ્રેરણાસ્ત્રોત બન્યા અવાખલ ગામ કોરોનાની મહામારી વચ્ચે સમગ્ર ગ્રામજનો ના આરોગ્ય અને આર્થિક બાબતની ચિંતા કરતા એ આગેવાન યુવાનોની મદદથી કોવીડ ૧૯ અંતર્ગત ની તમામ પ્રકારની સુવિધા સાથે ર્ષ્ઠદૃૈઙ્ઘ કેર સેન્ટરનો પ્રારંભ કરી તાલુકા માં પ્રથમ પહેલ કરી છે.

કોરોના સંક્રમિત થનારનેતાલુકા સરકારી સુવિધા ની સંપૂર્ણ સગવડ ના હોય ક્યારેક વડોદરા સુધીના ખાનગી દવાખાનામાં સારવાર લેવાની ફરજ પડે છે જેમાં આર્થિક રીતે નબળા દર્દીઓ ક્યારેક સારવારના અભાવે પોતાનો જીવ ગુમાવે છે ક્યારે શિનોર તાલુકાના અવાખલ ગામ ના ભદ્રેશ પટેલ અને જગદીશ પટેલ વડોદરા લેબ વ્યવસાય સાથે સંકળાયેલા અનિલ પટેલ સાથે ચર્ચા કરીને ગામ માં જે કોઈ વ્યક્તિ કોરોના થી સંક્રમિત થયા હોય તેને ગામના કોવીડ કેર સેન્ટરમાં પ્રારંભ કરવાનું નક્કી કર્યું જે અંતર્ગત આજ રોજ તાલુકા મામલતદાર વી વાળા હસ્તે ઉદઘાટન કરી હાલ ૧૫ બેડ ની સુવિધા ધરાવતા કોવીડ કેર સેન્ટરનો પ્રારંભ કર્યો તાલુકામાં કોવિડ કેર સેન્ટર અનોખી પહેલ કરનારા અવાખલગામ ના આ કોવીડસંક્રમિત દર્દીને દાખલ કરી દવા સહિત રહેવા જમવા ઉપરાંત ચાનાસ્તા ની સગવડ વિનામૂલ્યે આપવામાં આવશે.