દિલ્હી-

દેશમાં કોરોનાના કેસોની સંખ્યા ઘટી રહી છે, પરંતુ કેન્દ્ર સરકાર સહેજ પણ ઢીલાશ રાખવા માંગતી નથી. હાલમાં નાના રાજ્યો, ખાસ કરીને પૂર્વોત્તરના રાજ્યોમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં વધારા બાદ કેન્દ્ર સરકારે છ રાજ્યોમાં ટીમો મોકલી છે. કોવિડ-૧૯ પર નિયંત્રણ સંદર્ભે આ છ રાજ્યોમાં ટીમો મોકલવાાં આવી છે.

આ છ રાજ્યોમાં અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, મણિપુર, ઓડિશા, કેરળ અને છત્તીસગઢ સામેલ છે. રાજ્યોમાં મોકલનારી આ ટીમમાં એક ક્લિનિશિયન અને એક લોક સ્વાસ્થ્ય નિષ્ણાત સામેલ હશે. મળતી માહિતી અનુસાર, આ ટીમ ત્યાં કોવિડ-૧૯ મેનેજમેન્ટ, દેખરેખ, કન્ટેનમેન્ટ ઓપરેશન અને ટેસ્ટિંગ જાેવા કામ જાેશે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, કેન્દ્રીય ટીમ આ રાજ્યોમાં કોવિડની સ્થિતિનું મૂલ્યાંકન કરશે અને જરૂરી ઉપાય સૂચવશે. ઉલ્લેખનીય છે કે, અરુણાચલ પ્રદેશમાં એક જુલાઇએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૮૬ નવા કેસ સામે આવ્યા હતા. તે બાદ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા વધીને લગભગ ૩૬ હજાર થઇ ગઇ હતી. રાજ્યના એસએસઓ ડૉ. એલ જામ્પાએ ગુરુવારે જણાવ્યું હતું કે, છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમણથી ચાર લોકોના મોત બાદ મૃતકોની સંખ્યા ૧૭૨ થઇ ગઇ. રાજ્યમાં અત્યારે ૨૭૬૨ લોકોની કોરોનાની સારવાર ચાલી રહી છે.