દિલ્હી-

અંતે તે જ થયું જેનો ડરો હતો. સરકાર અને ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડ્ડુચેરીમાં લોકોના જીવને જાેખમમાં નાખી દિધા છે. લગભગ દોઢ મહિનાથી ચાલી રહેલો ચૂંટણી કાર્યક્રમ જીવલેણ સાબિત થવા લાગ્યો છે.

આ અમે નહીં, આંકડાઓ કહી રહ્યાં છે. અમે પાંચ રાજ્યોમાં ૧ એપ્રિલથી ૧૪ એપ્રિલ સુધીના આંકડા જાેયા. જેનાથી ખ્યાલ આવ્યો કે પશ્ચિમ બંગાળમાં ૪૨૦%, આસામમાં ૫૩૨%, તમિલનાડુમાં ૧૫૯%, કેરળમાં ૧૦૩% અને પુડ્ડુચેરીમાં ૧૬૫% કોરોનાના કેસ વધ્યા છે. સરેરાશ રીતે જાેઈએ તો આ પાંચ રાજ્યોમાં મોતમાં પણ ૪૫%નો વધારો નોંધાયો છે.

શરૂઆત આસામથી એટલા માટે કરી રહ્યાં છીએ કે અહીંના આંકડા ઘણાં જ ચોંકાવનારાઓ છે.આસામમાં ૧૬થી ૩૧ માર્ચ વચ્ચે માત્ર ૫૩૭ લોકો જ કોરોના સંક્રમિત નોંધાયા હતા. એટલે કે આ દરમિયાન સ્થિતિ ઘણી જ સારી હતી. હવે જરાક ૧થી ૧૪ એપ્રિલના આંકડા પર નજર નાખીએ તો તે આંકડા ઘણાં જ ડરાવનારા છે. આ ૧૪ દિવસોમાં રેકોર્ડ ૩૩૯૮ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા એટલે કે કોરોનાની સ્પીડ ૫૩૨% થઈ ગઈ છે. મોતના મામલાઓમાં પણ આ સ્પીડ જાેવા મળી છે. માર્ચમાં જ્યાં માત્ર ૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા, ત્યાં આ ૧૪ દિવસમાં ૧૫ મોત નોંધાયા છે.

ચૂંટણીના કારણે આ વખતે પશ્ચિમ બંગાળ ઘણું જ ચર્ચામાં રહ્યું છે. વડાપ્રધાનથી લઈને મમતા બેનર્જી સુધી દેશના અનેક મોટા નેતા હાલ બંગાળમાં ચૂંટણી સભાઓ ગજવી રહ્યાં છે. આ ઉપરાંત રોડ શો અને રેલીઓ કરી રહ્યાં છે. આ રેલીઓમાં થોડાં ઘણાં નહીં પરંતુ લાખોની ભીડ એકઠી થઈ રહી છે. જેમાંં પણ ૮૦% લોકો માસ્ક વગરના હોય છે. મંચ પર પણ તમને એક-બેને બાદ કરતાં અન્ય લોકો માસ્ક વગર જ જાેવા મળે છે. એટલે કે કોવિડના નિયમોના ધજાગરા ઊડી રહ્યાં છે. તેની અસર પણ હવે જાેવા મળી રહી છે.

બંગાળમાં છેલ્લાં ૧૪ દિવસની અંદર કોરોનાની ગતિમાં ૪૨૦%નો વધારો નોંધાયો છે. અહીં ૧૬થી ૩૧ માર્ચ સુધી માત્ર ૮,૦૬૨ દર્દીઓ હતા, જે ૧-૧૪ એપ્રિલમાં વધીને ૪૧ હજાર ૯૨૭ થઈ ગયા છે. આ દરમિયાન અનેક લોકો મોતને ભેટ્યા છે. માર્ચમાં જ્યાં માત્ર ૩૨ લોકોએ જીવ ગુમાવ્યા હતા, તે આ ૧૪ દિવસમાં અત્યાર સુધીમાં ૧૨૭ લોકો મોતને ભેટ્યા છે.

ફોટો પશ્ચિમ બંગાળની બીરભૂમની છે. અહીં ્‌સ્ઝ્રની ચૂંટણી રેલીને સંબોધિત કરતાં મુખ્યમંત્રી મમતા બેનર્જી. આ રેલીમાં પણ ૮૦% લોકો માસ્ક વગર પહોંચ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સિંગના પણ ધજાગરા ઉડ્યા હતા.

ફોટો પશ્ચિમ બંગાળની બીરભૂમની છે. અહીં ્‌સ્ઝ્રની ચૂંટણી રેલીને સંબોધિત કરતાં મુખ્યમંત્રી મમતા બેનર્જી. આ રેલીમાં પણ ૮૦% લોકો માસ્ક વગર પહોંચ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સિંગના પણ ધજાગરા ઉડ્યા હતા.

અહીં તો પહેલેથી કોરોનાએ લોકોની કમર ભાંગી નાખી હતી. જ્યારે સમગ્ર દેશમાં સંક્રમિતની સંખ્યા ઘટી રહી હતી, તો અહીં તેજીથી વધી રહી હતી. વચ્ચે થોડી રાહત મળી, પરંતુ ચૂંટણીએ ફરી અહીં લોકોને કોરોનાના ખપ્પરમાં હોમી દીધા છે. રાજકીય પક્ષોએ રેલીઓ, રોડ શો અને સભાઓ કરીને સંક્રમણ એવું ફેલાવ્યું કે હવે સ્થિતિ બેકાબૂ બની રહી છે.

કેરળમાં એપ્રિલના ૧૪ દિવસમાં નવા દર્દીઓની સંખ્યામાં ૧૦૩%નો વધારો નોંધાયો છે. ૧૬થી ૩૧ માર્ચ સુધીમાં અહીં કુલ ૩૦ હજાર ૩૯૦ લોકો સંક્રમિત હતા, જે આ વખતે એપ્રિલમાં વધીને ૬૧ હજાર ૭૯૩એ પહોંચ્યા છે. આ રીતે જ મોતના આંકડામાં પણ વધારો નોંધાયો છે. માર્ચમાં અહીં ૧૯૯ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે એપ્રિલના આ ૧૪ દિવસમાં અત્યાર સુધીમાં ૨૦૪ લોકોના મોત થયા છે.

રજ્યમાં કોરોનાના મામલા માર્ચમાં પણ તેજીથી વધી રહ્યાં હતા, પરંતુ હવે તેની ગતિ અનેક ગણી વધી ગઈ છે. ૧૬થી ૩૧ માર્ચના આંકડા પર નજર કરીએ તો અહીં આ દરમિયાન કુલ ૨૫ હજાર ૨૪૪ લોકો સંક્રમિત મળી આવ્યા હતા, જે આ વખતે ૧થી ૧૪ એપ્રિલની વચ્ચે વધીને ૬૫ હજાર ૪૫૮ સુધી પહોંચી ગયા છે. સંક્રમિતની ગતિમાં ૧૫૯%નો વધારો નોંધાયો છે. આ રીતે મોતના આંકડામાં પણ છે. માર્ચમાં અહીં ૧૬૩ લોકોના મોત થયા હતા. આ વખતે આ ૧૪ દિવસની અંદર અત્યાર સુધીમાં ૨૩૨ લોકો જીવ ગુમાવી ચુક્યા છે.

આ કેન્દ્ર શાસિત પ્રદેશ કોરોનાના પહેલાં પીકમાં પણ ઠીકઠાક સ્થિતિમાં હતું. એટલે કે અહીં બાકીના રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોની જેમ દર્દીઓની સંખ્યા એટલી વધતી ન હતી. નવેમ્બરથી ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહ સુધી અહીં એક દિવસમાં વધુમાં વધુ ૫૦ દર્દી આવતા હતા, પરંતુ હવે સ્થિતિ બગડવા લાગી છે. હવે દરરોજ ૪૦૦થી ૫૦૦ લોકો સંક્રમિત થઈ રહ્યાં છે.

કોરોનાના નવા કેસની સ્પીડમાં ૧૬૫%નો વધારો નોંધાયો છે. અહીં ૧૬થી ૩૧ માર્ચ વચ્ચે ૧૪૦૦ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વખતે ૧થી ૧૪ એપ્રિલ વચ્ચે આ વધીને ૩,૭૨૧ થઈ ગયો છે. આ રીતે જ મોતના મામલાઓમાં પણ વધારો નોંધાયો છે. માર્ચમાં અહીં સંક્રમણને પગલે ૯ લોકોનાં મોત નિપજ્યા હતા, જે આ વખતે વધીને આંકડો ૧૫એ પહોંચ્યો છે.