દિલ્હી-

વરિષ્ઠ કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કોવિડ-૧૯ ની બીજી લહેરના ગેરસંચાલન બદલ આકરી ટીકા કરી હતી. એમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે ચેતવણીઓની અવગણના કરી રાજકીય રેલીઓ અને કુંભમેળાનું આયોજન કર્યું હતું. વિશ્વમાં લોકો જાેઇ કહી રહ્યા છે કે, આ રીતે મહામારીનો સામનો નહીં કરી શકાય એમણે કહ્યું કે, મોદીએ પોતાની ભુલ બદલ દેશ પાસેથી માફી માંગવી જાેઇએ છે. એપ્રિલ મહિનામાં પાંચ રાજયો આસામ, બંગાળ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં ચુંટણીઓ યોજાઇ હતી. અને એજ મહિનામાં હરિદ્વારમાં કુંભમેળાનું આયોજન કરાયું હતું.

કેન્દ્ર સરકારે વિચાર્યું હતું કે મહામારી પુર્ણ થઇ ગઇ છે. અને વર્લ્ડ ઇકોનોમીક ફોરમે પણ એને વધાવ્યું હતું. જાે કે એમને ખબર ન હતી કે આવો તબકકો આવશે જેમાં અમારી પાસે ટેસ્ટિંગ અને ઓકિસજન પણ ઉપલબ્ધ નહી હોય. સિબ્બલે કહ્યું કે માર્ચ મહિનામાં અમારી ૯ લેબોરેટરીઓએ કોરોનાના નવા સ્ટ્રેનની ચેતવણી આપી હતી. જાે કે સરકારે વિચાર્યું કે તેઓ ચૂંટણી રેલીઓ કરી શકે છે. હાલમાં દેશમાં કોરોનાની બીજી ઘાતક લહેર ચાલી રહી છે જેમાં પ્રતિ દિવસે ૪ લાખથી વધુ નવા કેસો નોંધાઇ રહ્યા છે. અને ૩પ૦૦ થી વધુ લોકોના મૃત્યુ થઇ રહ્યા છે.