જલગાંવ-

કન્નડઘાટ અને ઔરંગાબાદના પહાડી વિસ્તારોમાં વાદળ ફાટવાને કારણે ઔરંગાબાદ-ધુલે હાઈવે હજી પણ બંધ રાખવામાં આવ્યો છે. હાઈવે પર ગાડીઓની લાંબી લાઈનો જાેવા મળી રહી છે. આ વિસ્તારોમાં હજી પણ લોકો ફસાયેલા છે અને તેમને કાઢવા માટે દ્ગડ્ઢઇહ્લની ટીમો કામે લાગી ગઈ છે. લોકલ ઓફિસરો ઘટનાસ્થળે હાજર છે. હવામાન વિભાગ અનુસાર, વિદર્ભના પશ્ચિમી ભાગોમાં ઓછા દબાણનું ક્ષેત્ર હોવાથી મુંબઈ અને એનાં ઉપનગરોમાં આગલા ૨૪ કલાકોમાં વરસાદ રહેશે. પંચાયત સમિતિ અને નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અને અસ્થાયી આવાસોમાં નાગરિકો માટે મૂળભૂત સુવિધાઓ આપવા માટે યોજના બનાવવામાં આવી રહી છે. વિવિધ કિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કલેક્ટર અને પોલીસ મંગળવારની સવારથી જ ઘટનાસ્થળે હાજર છે અને ગામોની મુલાકાત લઈ ત્યાંની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.મુશળધાર વરસાદને લીધે જલગાંવના ચાલીસગાંવ તાલુકાનાં ૭૫૦ ગામમાં પાણી ભરાઈ ગયાં છે. જાેકે હવે વરસાદ બંધ થતાં રાહત થઈ છે, પરંતુ ગામોમાં પાણી તો હજી ભરાયેલાં જ છે. જિલ્લા પ્રશાસન તરફથી પ્રાપ્ત થતી જાણકારી અનુસાર, હજી પણ ગામોમાં સ્થિતિ ભયાવહ છે. અચાનક આવેલા પૂરમાં એક મહિલાનું મોત થયું છે અને ૫૦૦થી વધુ પ્રાણીઓ તણાઈ જવાની જાણકારી સામે આવી રહી છે. જિલ્લામાં ઘણી જગ્યાઓ પર માર્ગો તૂટી ગયા છે.