નવી દિલ્હી

કોરોના વેકસિન કોવિશિલ્ડના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેનાં સમયગાળાને 4 થી 6 સપ્તાહને બદલે 4 થી 8 સપ્તાહ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ગઈકાલે બધા જ રાજયોને આ સંબંધમાં નિર્દેશ જાહેર કર્યો છે.

ટાઈમ ઈન્ટરવલમાં ફેરફાર માત્ર સીરમ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયાની કોવિશિલ્ડ વેકિસન માટે છે.ભારત બાયોટેકની વેકિસન કોવેકિસનનાં ડોઝ શિડયુલમાં કોઈ ફેરફાર નથી. સ્વાસ્થ્ય સચીવ રાજેશ ભુષણે જણાવ્યું હતું કે હાલના વૈજ્ઞાનિક પુરાવાઓને જોતા એવુ લાગે છે કે જો કોવિશિલ્ડનો બીજો ડોઝ 6-8 સપ્તાહ વચ્ચે લગાવવામાં આવે તો સુરક્ષા વધી જાય છે પરંતુ 8 સપ્તાહથી વધારે બાદ નહિં.

સરકારે કોવિશિલ્ડનો ડોઝીંગ ઈન્ટરવલ આખરે શા માટે વધાર્યો? સ્વાસ્થ્ય મંત્રાલયે આ ફેસલો એકસપર્ટનાં બે ગ્રુપો નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓફ ઈમ્યુનાઈઝેશન (એનટીએજીઆઈ) અને નેશનલ એકસપર્ટ ગ્રુપ ઓફ વેકિસન એડમિનીસ્ટ્રેશન ફોર કોવિડ 19 (એનઈજીવીએસી)ની સલાહ પર લીધો છે.

વેકિસનનાં કિલનિકલ ટ્રાયલ્સથી મળેલા પુરાવાને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. કોવિશિલ્ડ વેકિસન પર દુનિયાભરમાં ટ્રાયલ થઈ.કેટલાંક ડેટાથી ખબર પડી છે કે વેકિસન ડોઝનો અંતરાલ વધારવાથી તે વધુ અસર કરે છે.

ટ્રાયલ્સમાં બહાર આવ્યું હતું કે જો બીજો ડોઝ પ્રથમ ડોઝ બાદ 6 સપ્તાહ કે તેના પછી આપવામાં આવે તો વેકિસનની એફેકસી વધી જાય છે. યુકે, બ્રાઝીલ અને સાઉથ આફ્રિકામાં થયેલા ટ્રાયલ્સ પર ફેબ્રુઆરીની એક સ્ટડી બતાવે છે કે 6-8 સપ્તાહ પર રસી દેવા પર વેકિસનની એફેકસી 59.9 ટકા રહી હતી. જયારે 9 થી 11 સપ્તાહના અંતરાલ બાદ ડોઝ અપાયો તો એફેકસી 63.7 ટકા થઈ ગઈ હતી. જયારે બે ડોઝ વચ્ચેનો સમય 12 સપ્તાહ કે તેથી વધુ સમયે આપવામાં આવ્યો તો. એફેકસી 82.4 ટકા સુધી પહોંચી ગઈ હતી. આ સ્ટડી ધી લાન્સેટને સોંપવામાં આવી હતી. પણ હજુ તેનો પિઅર રીવ્યુ નથી થયો.

આ ઉપરાંત ઓકસફર્ડ યુનિવર્સીટી અને એસ્ટ્રાજેનેકા અનુસાર અમેરિકા, ચીલી, અને પેરૂમાં ચાલેલા ફેઝ 3 કિલનીકલ ટ્રાયલ્સનાં પરિણામો બતાવે છે કે જો બે ડોઝ વચ્ચે 4 સપ્તાહથી વધુ સમયનું અંતર હોય તો વેકિસન 79 ટકા અસરકારક છે.

ભૂષણના પત્ર અનુસાર એકસપર્ટ ગ્રુપ્નું કહેવુ છે કે જો વેકિસનનાં ડોઝનો ઈન્ટરવલ 8 સપ્તાહથી વધારે રાખવામાં આવે તો તેનાથી મળનાર પ્રોટેકશન (રક્ષણ) નહિં વધે.એનટીએજીઆઈના ડો.એન કે અરોડા અનુસાર આથી વધુ ડોઝ ઈન્ટરવલ રાખવાના પક્ષમાં સારા સાયન્ટીક પુરાવા નહોતા. તેમણે જણાવ્યું હતું કે 8 સપ્તાહથી વધુ ડોઝ ઈન્ટરવલની સલાહ એ દેશો માટે છે. જયાં વેકિસનની કમી છે. જયારે ભારતની સ્થિતિ અનોખી છે પર્યાપ્ત વેકિસન છે.

આનો મતલબ એ થયો કે જે લોકોને કોવિશિલ્ડનો પહેલો ડોઝ મળી ચૂકયો છે તેમનાં બીજા ડોઝના ટાઈમીંગમાં ફેરફાર થશે સેક્ધડ ડોઝની તારીખ નજીક આવતા પહેલા ડોઝ લેનારનો એલએસએમ મોકલી સુચના અપાશે.