દિલ્હી-

રાજધાની દિલ્હીમાં સવારે હળવા વરસાદ અને ઠંડા પવનને કારણે વાતાવરણ આહ્લાદક બન્યું હતું. આ સમય દરમિયાન આકાશમાં કાળા વાદળો છવાયા હતા. હવામાન વિભાગનું કહેવું છે કે,આગામી કેટલાક કલાકોમાં રાજધાની અને આજુબાજુના વિસ્તારોમાં હજુ પણ હળવો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સવારે સાડા સાત વાગ્યાની આસપાસ દિલ્હી અને તેની નજીકના કૈથલ, રોહતક, સોનીપત, પાણીપત અને કરનાલમાં કેટલાક સ્થળોએ વીજળી અને હળવો વરસાદ પડ્યો હતો. સેટેલાઇટ છબીઓ અનુસાર, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરા ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, મધ્યપ્રદેશ, પૂર્વ અને ઉત્તર રાજસ્થાન, ઓડિશા અને ઝારખંડમાં ઘણી જગ્યાએ વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે.