દિલ્હી-

દેશમાં કોરોનાા સંક્રમણ મુદ્દે સુપ્રીમ કોર્ટે કરેલી સુઓમોટો અરજીમાં ગુજરાત સરકારે શુક્રવારે જવાબ રજૂ કર્યો છે. જેમા સરકારે જણાવ્યું કે પાંચ મેના રોજ સરકારને ૧૪૦૦ મેટ્રીક ટન ઓક્સિજનની જરૂર પડી હતી અને ૧૫ મેના રોજ રાજ્યને ૧૬૦૦ મેટ્રીક ટન ઓક્સિજનની જરૂર પડશે. જાે કે કેંદ્ર સરકાર તરફથી તેમને ૯૭૫ મેટ્રીક ટન ઓક્સિજન જ મળે છે. વિનંતી છતા તેમાં હજુ સુધી કોઈ વધારો કરાયો નથી. ઓક્સિજનના અભાવે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા કે ઓક્સિજન થેરાપી માટે મેડિકલ ટ્રીટમેંટ આપવાની ના પાડવી પડે છે. રાજ્યમાં ૧૧ હજાર ૫૦૦ થપારીઓ વપરાયા વગર ખાલી પડી છે. આ સ્થિતિ અંગે કેંદ્ર સરકારે જાણ કરાઈ છે અને ઓક્સિજનની ફાળવણી વધારવા વિનંતિ કરાઈ છે.

રાજ્યમાં ઓક્સિજનનો ૪૦૦ મેટ્રીક ટનનો બફર સ્ટોક રાખવા અંગે કેંદ્ર સરકારને છ મેના રોજ સંપર્ક કરાયો છે. રાજ્યમાં હાલ કેટલાક પ્રતિબંધો દાલવામાં આવેલા હોવાથી ઈમરજન્સી બફરસ્ટોક ઉભો કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટને રાજ્યમાં વેક્સિનેશનને લઈને પૂરતી સુવિધા કરાઈ છે.રાજ્યમાં કોવિડ ૧૯ વેક્સિન સ્ટોરેજ માટે રિજલન લેવલે છ વેક્સિનેશન સ્ટોર્સ, જિલ્લા અને મહાનગરપાલિકા સ્તરે ૪૧ સ્ટોર્સ અને બે હજાર ૧૮૯ કોલ્ડ ચેઈન પોઈંટ ઉપલબ્ધ છે. કેંદ્ર તરફથી ૧૬૯ આઈસ લાઇન્ડ રેફ્રિજરેટર્સ રાજ્યને મળ્યા છે. રાજ્ય પાસે કોવિડ-૧૯ના એક કરોડથી વધુ ડોઝ સ્ટોર કરવાીન ક્ષમતા છે. છ મે સુધીમાં રાજ્ય પાસે વેક્સિનના કુલ પાંચ લાખ ૯૬ હજાર ૪૧૦ ડોઝ ઉપલબ્ધ છે. જેમાં કોવિશિલ્ડના કુલ ત્રણ લાખ ૯૫ હજાર ૯૨૦ અને કોવેક્સિનના બે લાખ ૪૯૦ ડોઝ છે.

કેન્દ્ર તરફથી ગુજરાતને મળતો મેડિકલ ઓક્સિજનનો જથ્થો ૯૭૫ મેટ્રીક ટનથી નહીં વધારવાના કારણે દર્દીઓને હાલાકી પડી રહી છે. બેડ અને ડોક્ટર હોવા છતાં મેડિકલ ઓક્સિજન ના જથ્થાના અભાવે દર્દીઓની હોસ્પિટલમાં સારવાર નથી થઈ શકતી. કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે છત્રીસ શહેરોમાં નિયંત્રણો લાદ્યા હોવાની સુપ્રીમ કોર્ટ ને જાણ કરાઈ છે. કોરોનાકાળમાં ગુજરાત સાથે કેન્દ્રની મોદી સરકાર તરફથી સતત અન્યાય થતો રહ્યો છે. ચાહે તે ઓક્સિજનની ડિમાન્ડ હોય તો પણ ભલે અને રેમડેસિવીરની ડિમાન્ડ હોય, ગુજરાતની માગને સતત નજરઅંદાજ કરાઈ રહી છે. ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમે સુપ્રીમકોર્ટમાં કરવામાં આવેલી સુઓ મોટુ અરજીના સંદર્ભે જવાબ રજૂ કરતાં એક સોગંદનામાંમાં આમ જણાવ્યું છે. મુકીમે આ સોગંદનામાં સાથે કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાને લખેલાં પત્રોની નકલ પણ આ સોગંદનામાના બિડાણમાં રજૂ કરી છે.