દિલ્હી-

દેશમાં કોરોના નો આતંક ઘટતો હોય તેવુ જણાય છે. છેલ્લા 24 કલાકમાં, કોરોના ના 37,566 નવા કેસ નોંધાયા છે. જ્યારે 907 લોકો આ રોગને કારણે મૃત્યુ પામ્યા છે. છેલ્લા 24 કલાકમાં સ્વસ્થ થયેલા દર્દીઓ ની સંખ્યા, 56,994 છે. નવા દર્દીઓ કરતા છેલ્લા 47 દિવસથી સતત સ્વસ્થ થતાં દર્દીઓ ની સંખ્યા વધુ છે. તે જ સમયે, દેશમાં નવા કેસોના આગમન નો દર એટલે કે, પોઝિટિવિટી રેટ નીચે આવી ગયો છે. છેલ્લા 22 દિવસથી પોઝિટિવિટી રેટ સતત 5 ટકાથી નીચે છે. છેલ્લા 24 કલાકમાં પોઝિટિવિટી રેટ 2.12 ટકા રહ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે બહાર પાડેલા આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં કોરોના કુલ 3,03,16,897 કેસ નોંધાયા છે. તે જ સમયે, 3,97,637 લોકો, આ રોગને કારણે અત્યાર સુધી મૃત્યુ પામ્યા છે. જયારે તેમાં સક્રિય દર્દીઓની સંખ્યા 5,52,659 છે. તે જ સમયે એક રાહત સમાચાર છે કે, અત્યાર સુધી 2,93,66,601 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ પણ થયા છે.

કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. જે રાહતની વાત છે. પુન: સ્વસ્થ થવાનો દર સુધરી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં, દેશનો પુન: સ્વસ્થ થવાનો દર વધીને 96.87 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 17 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા હતા. આઇસીએમઆર અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કુલ 40.81 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા છે.