વાંસદા.તા.૦૧ 

વાંસદા પંથકના ખંભાલિયા ગામે લાખો રૂપિયાના ખર્ચે વિકાસના કામો પંચાયત દ્વારા કામ કરાવામાં આવી રહ્યા છે જેમાં કાદવ કીચડથી જામ થઈ ગયેલ ગરનાળુ બદલવાના બદલે દોઢ વર્ષ પહેલાં બનાવેલી પાકી ગટર તોડીને નવી આરસીસી ગટર બનાવાની કામગીરી શરૂ કરી દેવાઈ ગટરના જામ થઈ ગયેલા ગરનાળા ના કારણે ગટરનું ગંદુ પાણી ચોમાસા દરમિયાન સ્થાનિકોના ઘરોમાં ઘૂસવાની સમસ્યાનો અંત ક્યારે આવશે.? જે બાબતે ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જયારે ખંભાલિયા ગામે ઇલાબેન હોલ પાસે દર વર્ષે ચોમાસામાં જળબંબાકારની સ્થિતિનો સર્જાતી હોય છે જેમાં ઇલાબેન હોલ પાસે ગરનાળા માં માટી અને કચરાથી પુરાણ થઈ જવાથી પાણી જઈ શકે તેવી પરિસ્થિતિ નહિ હોવાથી સ્થાનિક પ્રજા મુંઝવણ અનુભવી રહી છે. ચોમાસા દરમિયાન પાણી નિકાલની ગટરોના કામો લેવામાં આવ્યા. હાલમાં લાખો રૂપિયાના ખર્ચે ઈલાબેન હોલ પાસે આરસીસીની પાકી ગટરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે જે નાળામાં વર્ષોથી કાદવ કીચડ થી જામ થઈ ગયેલ નાળુ બદલવાના બદલે દોઢ વર્ષ પહેલાં રીપેરીંગ કરેલ ગટરને તોડીને નવી આરસીસી ગટર બનાવાની કામગીરી શરૂ કરી દેવાઈ હાલમાંં જામ થઈ ગયેલા ગરનાળા ના કારણે ગટરોનું ગંદુ પાણી ચોમાસા દરમિયાન સ્થાનિકોના ઘરોમાં ઘૂસવા ની સમસ્યા નો અંત ક્યારે આવશે તે અંગે લોકો બળાપો વ્યક્ત કરી રહ્યા છે ચોમાસા દરમિયાન ગત વર્ષે થયેલ જળબંબાકારની સ્થિતિનો ભય પ્રવર્તી રહ્યો છે ચોમાસામાં નીચાંણ વાળા ઘરોમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિની આશંકા વધી જવા પામી જ્યાં સુધી ઇલાબેન હોલ પાસેનું નાળુ નહિ બદલે ત્યાં સુધી વરસાદી પાણીના નિકાલની નહિ થાય.જેના કારણે વરસાદમાં રસ્તા પર છલ્લોછલ પાણી નજરે પડશે સ્વચ્છત જાળવણી બાબતે પંચાયત ખાડે ગઈ હોય એમ સમગ્ર ખંભાલિયા ગામે રોજની ઢગલા મોઢે ફરિયાદ ઊઠવા પામી છે. આ ફરિયાદોનો નિકાલ કરવામાં પંચાયત દિવસે દિવસે નાકામ રહેતી હોવાથી પંચાયત સામે લોકો બળાપો વ્યક્ત કરી રહ્યા છે.