નવી દિલ્હી,તા.૧

કોરોના મહામારી સામેની લડાઇમાં ભારતે હને અનલોક-૧ની જાહેરાત કરીને વધુ છૂટછાટો આપી છે ત્યારે આજે સોમવારે સવારે ૯ વાગે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ ૮૩૯૨ નવા કેસ નોંધાયા હતા. આ સાથે દેશભરમાં અત્યાર સુધી ૧,૯૦,૬૨૨ લોકો કોરોનાના સંકજામાં આવી ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૩૦ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૫૩૯૪ સુધી પહોંચી ગઈ છે જેનાથી સ્પષ્ટ થાય છે કે સોમવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૯૩૩૨૨ એÂક્ટવ કેસ છે. અત્યાર સુધી દેશભરમાં ૯૧,૮૫૫ દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. દેશમાં સૌથી વધારે ૬૭,૬૬૫ દર્દીઓ મહારાષ્ટÙમાં છે અહીંયા ૨,૨૮૬ લોકોએ જીવ ગુમાવ્યો છે. તમિલનાડુ ૨૨,૩૩૩ સંક્રમિતો સાથે બીજા નંબરે છે. અહીં ૧૭૬ લોકોના મોત થયા છે. સાથે જ ૧૯,૮૪૪ સંક્રમિતો સાથે દિલ્હી ત્રીજા ક્રમે છે. દિલ્હીની તમામ બોર્ડર સીલ કરવાનો નિર્ણય જાહેર કરાયો હતો.