દિલ્હીઃ-

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 જૂલાઈએ પૂર્વોત્તર રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે સંવાદ કર્યો હતો. તે દરમિયાન તે રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશન અભિયાનની પણ સમીક્ષા કરી હતી. આ અંગે અધિકારીઓએ માહિતી આપી હતી કે, વડાપ્રધાન મંગળવારે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આસામ, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કીમ, મણિપુર, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમના મુખ્યપ્રધાનો સાથે તેમના રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અંગે બેઠક કરી સમીક્ષા કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ​ઉત્તર પૂર્વી રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે કોરોના અંગે સમીક્ષા બેઠકમાં કોરોનાના ભય વિશે જણાવતા કહ્યું જણાવ્યું છે કે, આપણે પહેલા કરતા વધુ સજાગ રહેવાની જરૂર છે. આપણે માઇક્રોકન્ટિમેન્ટ ઝોન બનાવવો જોઈએ, તેનાથી જવાબદારીઓ પણ નિશ્ચિત થઈ જશે. તેમણે કહ્યું કે, આ બહુરૂપી વાયરસ છે, આપણે તેના પરિવર્તનોથી સાવચેત રહેવું જોઈએ. આપણે તેના નિવારણ અને સારવાર પર ફોકસ કરવું જોઈએ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આપણે પણ કોરોના વાયરસના દરેક પ્રકાર પર નજર રાખવી પડશે. મ્યૂટેશન બાદ તે કેટલું નુકસાનકારક હશે તે વિશે નિષ્ણાતો સતત અભ્યાસ કરે છે. તેથી તેના નિવારણ અને સારવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે સાચું છે કે, કોરોનાને કારણે પર્યટન અને વ્યાપાર પર ખૂબ અસર થઈ છે, પરંતુ આજે હું ખૂબ જ ભાર પૂર્વક કહીશ કે, હિલ સ્ટેશનો, બજારોમાં માસ્ક પહેર્યા વિના ભારે ભીડ કરવી સારી નથી.