દિલ્હી-

ભારતમાં કોરોના સંક્રમણનો કહેર ભલે ઓછો થયો હોય પરંતુ સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યામાં ઉતાર-ચઢાવ જાેવા મળી રહ્યો છે. સોમવારના ૨૪ કલાકમાં કોરોના કેસોની સંખ્યા ૪૩ હજારથી વધુ નોંધાઈ છે. આ ઉપરાંત જીવ ગુમાવનાર દર્દીઓની સંખ્યા પણ એક દિવસમાં ૯૦૦થી વધારે નોંધાઈ છે. બીજી તરફ, રાહતની બાબત એ છે કે દેશમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને હવે ૪,૫૯,૯૨૦ થઈ ગયા છે. આ ઉપરાંત કોવિડ રિકવરી રેટમાં પણ સુધારો થતા તે ૯૭.૧૮ ટકા થઈ ગયો છે.

 કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૩,૭૩૩ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૯૩૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૦૬,૬૩,૬૬૫ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૩૬,૧૩,૨૩,૫૪૮ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૩,૭૩૩ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે.

આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૯૩૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૦૬,૬૩,૬૬૫ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૩૬,૧૩,૨૩,૫૪૮ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે, કોવિડ-૧૯ મહામારી સામે લડીને ૨ કરોડ ૯૭ લાખ ૯૯ હજાર ૫૩૪ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૪૭,૨૪૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૪,૫૯,૯૨૦ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૦૪,૨૧૧ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર) નોંધનીય છે કે, કોવિડ-૧૯ મહામારી સામે લડીને ૨ કરોડ ૯૭ લાખ ૯૯ હજાર ૫૩૪ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૪૭,૨૪૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૪,૫૯,૯૨૦ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૦૪,૨૧૧ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ૈંઝ્રસ્ઇ)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૬ જુલાઈ, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૪૨,૩૩,૩૨,૦૯૭ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સોમવારના ૨૪ કલાકમાં ૧૯,૦૭,૨૧૬ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.