દિલ્હી-

ભારતમાં ૧,૧૯,૦૦૦ બાળકો સહિત દુનિયાભરમાં ૧૫ લાખથી વધારે બાળકોએ કોરોનાને કારણે ઓછામાં ઓછા એક માતા-પિતા, કસ્ટોડિયલ દાદા-દાદીને ગુમાવી દીધા છે. તેની જાણકારી લેન્સેન્ટમાં પ્રકાશિત એક રિસર્ચમાં કરવામાં આવી છે. રિચર્સનું અનુમાન છે કે, ૧૦ લાખથી વધારે બાળકો મહામારીને કારણે પહેલા ૧૪ મહિના દરમિયાન માતા-પિતામાંથી એક અથવા બંનેના મોત નિપજ્યા હોય અને અન્ય ૫ લાખ બાળકોએ પોતાના ઘરમાં રહેતાં દાદા-દાદીની મૃત્યુ જાેયું છે.

ભારતમાં રિસર્ચનું અનુમાન છે કે માર્ચ ૨૦૨૧ (૫૦૯૧)ની સરખામણીમાં એપ્રિલ ૨૦૨૧માં અનાથ બાળકો (૪૩,૧૩૯)ની સંખ્યામાં ૮.૫ ગણો વધારો થયો છે. જે બાળકોએ માતા-પિતા કે દેખરેખ રાખનારને ગુમાવી દીધા છે, તેમના સ્વાસ્થ્ય, સુરક્ષા પર ટૂંકાગાળાનો કે લાંબાગાળાનો પ્રભાવ જેમ કે બીમારી, શારીરિક શોષણ, યૌન હિંસા અને કિશોર ગર્ભાવસ્થાનું જાેખમ વધારી દીધું છે.યુએસ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન કોવિડ રિસ્પોન્સ ટીમના મુખ્ય લેખક ડો. સુઝન હિલિસે કહ્યું કે, દુનિયાભારમાં દર બે કોરોના મોત માટે, માતા-પિતા કે કેરટેકરની મોતનો સામનો કરવા માટે એક બાળક પાછળ છૂટી જાય છે. ૩૦ એપ્રિલ ૨૦૨૧ સુધી, તે ૧.૫ મિલિયન બાળકો દુનિયાભરમાં ૩૦ લાખ કોરોના મોતનું દુઃખણ પરિણામ બની ગયું હતું. અને આ સંખ્યા ફક્ત મહામારીના પ્રગતિના રૂપમાં વધશે.

તેઓએ કહ્યું કે, અમારો નિષ્કર્ષ આ બાળકોને પ્રાથમિકતા આપવા અને સાક્ષ્ય આધારિત કાર્યક્રમો અને સેવાઓમાં રોકાણ કરવા માટે તત્કાલ આવશ્યકતાને ઉજાગર કરેછે. જેનાથી તે હાલ તેમની રક્ષા અને સમર્થન કરી શકે અને ભવિષ્યમાં અનેક વર્ષો સુધી તેનું સમર્થન કરી શકે. કેમ કે અનાથપણું દૂર થતું નથી. રિસર્ચરોએ માર્ચ ૨૦૨૦થી એપ્રિલ ૨૦૨૧ સુધી કોરોના મૃત્યુ દરના આંકડાઓ અને ૨૧ દેશોના રાષ્ટ્રીય પ્રજનના આંકડાઓના આધાર પર અનુમાન લગાવ્યું છે. પ્રાથમિક દેખભાળ રાખનારને ખોનાર બાળકોની સોથી વધારે સંખ્યા દક્ષિણ આફ્રિકા, પેરૂ, સંયુક્ત રાજ્ય અમેરિકા, ભારત, બ્રાઝિલ અને મેક્સિકો સામેલ છે.પ્રાથમિક દેખરેખ કરનાર (૧/૧૦૦૦ બાળકો)માં કોરોનાથી સંબંધિત મોતની દરવાળા દેશોમાં પેરુ, દક્ષિણ આફ્રિકા, મેક્સિકો, બ્રાઝિલ, કોલંબિયા, ઈરાન, સંયુક્ત રાજ્ય અમેરિકા, આજેર્ન્ટિના અને રશિયા સામેલ છે. લગભગ દરેક દેશમાં, મહિલાઓની સરખામણીમાં પુરુષોનું મોત વધારે થયું છે. ખાસ કરીને મધ્ય અને વૃદ્ધાવસ્થામાં. કુલ મળીને પોતાની માને ગુમાવવાની સરખામણીમાં પાંચ ગણા વધારે બાળકોએ પોતાના પિતાને ગુમાવી દીધા છે. રિસર્ચરોએ કોવિડ પ્રતિક્રિયા યોજનાઓમાં બાળકોની દેખરેખ રાખનારની મોતના પ્રભાવને દૂર કરવા માટે તાત્કાલિક કાર્યવાહીનું આહવાન કર્યું છે.