દિલ્હી-

દેશમાં કોરોના વાયરસ બેકાબૂ થઈ રહ્યો છે. દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ભારતમાં હવે સંક્રમિતોનો આંકડો 19.64 લાખ થઈ ગયો છે. ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 56,282 નવા કેસ નોંધાયા છે અને 904 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 19,64,537 કેસ નોંધાયા છે. જેમાંથી 5,95,501 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 13,28,337 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ 40,699 લોકો મૃત્યુ પામ્યા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 10,390 નવા કેસ નોંધાયા છે અને 334 લોકોના મોત થયા છે. જ્યારે 6,165 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 4,68,265 થઈ ગયો છે. તેમાંથી 1,46,268 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 16,476 લોકો મૃત્યુ પામ્યા છે અને 3,05,521 લોકો સારવાર બાદ સાજા થયા છે. 

ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાંય દિવસોથી સંક્રમિતોનો આંકડો 1,000ને પાર કરી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 1,076 નવા કેસ નોંધાયા હતા અને 23 લોકોના મોત થયા હતા. જ્યારે 1,046 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 66,669 થઈ ગયો છે. જેમાંથી 14,815 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 2,557 લોકોના મોત થયા છે અને 49,433 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. 

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં પાંચ ઓગસ્ટ સુધીમાં કોરોનાના 2,21,49,351 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં 6,64,949 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. દેશમાં કોરોના સેમ્પલ ટેસ્ટિંગની સંખ્યામાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે.