રાજપીપળા,  રાષ્ટ્રીય સ્વયંક સેવક સંઘના સર સંઘ ચાલક મોહન ભાગવત, સહ કાર્યવાહક ભૈયાજી જાેશી સહિત ૮ જેટલા આરએસએસના અન્ય મહાનુભવોઆરએસએસ ની ૩ દિવસીય કોર ગ્રુપની બેઠકમાં ભાગ લેવા કેવડિયા ટેન્ટ સીટી ખાતે આવી પહોંચ્યા હતા.તમામ મહાનુભવોએ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી પાર્ક, એકતા નર્સરી સહિત અન્ય પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ પોતાના પ્રતિભાવો વિઝીટ બુકમાં લખ્યા હતા.એમની સાથે સરદાર સરોવર નર્મદા નિગમના એમ.ડી રાજીવ ગુપ્તા તેમજ નર્મદા નિગમના ડાયરેક્ટર પી.સી વ્યાસ, અધિક્ષક ઈજનેર આર જી કાનૂન્ગો જાેડાયા હતા.તમામ મહાનુભવો ટેન્ટ સીટી ખાતે રાત્રી રોકાણ કર્યું હતું. મોહન ભાગવત સહિત ઇજીજી ના અન્ય મહાનુભવોની કેવડિયા મુલાકાતને પગલે એ વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ હતી.મોહન ભાગવતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમ્યાન વિઝીટર બુકમાં લખ્યું હતું કે ભવ્યતા વિશાળતાની સાથે ભારત માતાના એક શ્રેષ્ઠ અને સમર્પિત વ્યક્તિત્વના પ્રેરક દર્શન થયા છે. ભવિષ્યની ભારતની પેઢી માટે શ્રધ્ધાની સાથે, ભારત માતા પ્રત્યે ભક્તિ તેમજ કર્તવ્યનો સંદેશો પ્રદાન કરવા વાળા ભવ્ય તીર્થ સ્થળને મારા સમસ્ત કુશળ કારીગરો અને નિમાર્ણકર્તાઓ નમસ્કાર કરું છું.