વડોદરા

સમાં પોલીસ સ્ટેશનના ASI આજ રોજ રનોલી ગામ પોતાના ઘરેથી સમા પોલીસ સ્ટેશન ફરજ પર જવા નીકળ્યા હતા તે દરમિયાન રનોલી હાઇવે બ્રિજ નીચે તાપી હોટેલથી આગળ રોંગ સાઈડ પર આવી રહેલ ટેમ્પો આઇસરએ બાઈક સવાર પોલીસ કર્મીને અડફેટે લીધા હતા, અડફેટે લેતાની સાથે જ ટેમ્પો આઇસર ચાલક ગાડી લઈને ફરાર થઈ ગયો હતો, આ અકસ્માતમાં પોલીસ કર્મી રાજેન્દ્ર જયસ્વાલને માથા ના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, પોલીસ કર્મીના અકસ્માત ની જાણ થતાં જવાહરનગર, છાણી, નંદેસરી, અને સમાં પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી,

પોલીસ કર્મી ના અચાનક અકસ્માત મોતના કારણે સમગ્ર પોલીસમાં શોકનું મોજું ફેરવાયું


ઉલ્લેખનીય છે કે આઇસરની અડફેટે આવતા રાજેન્દ્રભાઇ બાઇક પરથી નિચે રોડ પર પટકાયા હતા. અને આઇસરનુ ટાયર તેમના માથા ઉપરથી ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. અકસ્માતમાં રાજેન્દ્રભાઇનુ આખુ માથુ છુંદાઇ જતા તેઓનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. દરમિયાન આઇસર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.