વડોદરા, તા.૧

વડોદરા મ્યુનિ.કોર્પોરેશનમાં આજે શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવે વિવિધ વિકાસના કામોની રિવ્યૂ મીટિંગ યોજી હતી.સાથે ચોમાસાની ઋતુમાં પમ્પિંગ સ્ટેશનો વ્યવસ્થિત ચાલે, તેમજ પાણી ના ભરાય અને સફાઈમાં વિશેષ ધ્યાન રાખવાની સૂચના આપી હતી. તો બીજી તરફ ફતેગંજ બ્રિજ પરથી તૂટેલી પાઈપમાંથી સામાન્ય વરસાદમાં પાણીનો ઘોઘ નીચે પડતા લોકોમાં પાલિકાની કામગીરી સામે આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતંુ. બ્રિજ પરથી પડતા વરસાદી પાણીના ઘોઘનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.

રાજ્ય સરકારના પ્રિન્સિપાલ સેક્રેટરી (શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ) અશ્વિનીકુમાર આજે વડોદરા કોર્પોરેશન ખાતે આવી પહોંચ્યા હતા. તેમણે કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. અને વિવિધ વિભાગો દ્વારા થતી વિકાસલક્ષી કામગીરીના પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી.પાલિકાના વિવિધ વિભાગના અઘિક્રારીઓએ કામગીરીનંુ પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યુ હતું.

પ્રિન્સિ પલ સેક્રેટરી અશ્વિનીકુમારે શહેરી વિકાસ વિભાગ હસ્તક આવતા સ્માર્ટ સિટી, અમૃતમ યોજના, પી.એમ ગતિશક્તિ, ટીપી સ્કીમ અને અર્બન ગ્રીન પ્રોજેક્ટ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્ય સરકાર અંતર્ગત હાથ ધરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ અંગે ચર્ચા વિચારણા કરી કામગીરીની સમીક્ષા કરીને જરૂરી સુચના આપી હતી.

તેમણે વડોદરા શહેરમાં ચાલતા વિવિધ પ્રોજેક્ટમાં કામગીરી કયા તબક્કે છે અને હાલ તેનું શું સ્ટેટસ છે? તેની તેમણે માહિતી મેળવી હતી. આ બેઠકમાં કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણા, ડેપ્યૂટી કમિશનર અર્પિત સાગર, સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. રિવ્યૂ બેઠકમાં પ્રિન્સિપલ સેક્રેટરીએ વિકાસલક્ષી કામોની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની તેમજ વરસાદની ઋતુ છે. ત્યારે પમ્પિંગ સ્ટેશનો યોગ્ય રીતે ચાલે પાણી ભરાય નહીં, તેમજ સફાઈમાં વિશેષ ધ્યાન આપવાની સૂચના આપી હોવોનું જાણવા મળે છે.આજે વડોદરા કોર્પોરેશનમાં કામોના રિવ્યૂ માટે પ્રિન્સિપાલ સેક્રેટરી અશ્વિનકુમાર સાથે હાઉસિંગ અને કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી એડમિન રાજકુમાર બેનીવાલ સહીત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા કોર્પોરેશન ઉપરાંત વુડા દ્વારા ચાલતી કામગીરી તેમજ વડોદરા જિલ્લાની નગરપાલિકાની કામગીરીનો પણ રિવ્યૂ લેવામાં આવ્યો હતો.જાેકે, રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમાર પાલિકામાં બેઠક યોજીને વરસાદની ઋતુમાં વિશેષ ધ્યાન રાખવાની સૂચના આપી હતી. બીજી તરફ બપોરના સમયે થયેલા હળવા વરસાદમાં ફતેગંજ બ્રિજ પર તૂટેલી પાઈપમાંથી વરસાદી પાણીનો ધોધ નીચે પડતાં પાલિકાની કામગીરી ની પોલ ખુલી પડી ગઈ હતી. સામાન્ય રીતે વરસાદ પડે તો લોકો વરસાદમાં પલળે નહી તે માટે બ્રિજ નીચે ઉભા રહેતા હોય છે, પરંતુ વડોદરા શહેરમાં તૂટેલી પાઈપ માંથી પાણીનો ધોધ બ્રિજ પરથી પડતાં લોકોએ વીડિયો ઉતાર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં લોકોએ પાલિકાની કામગીરી સામે આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતું.