દિલ્હી:

વિશ્વની સૌથી મોટી આર્થિક મહાસત્તા ગણાતા અમેરિકામાં કોરોના બેફામ બન્યો છે. કોરોનાએ હવે ટ્રમ્પની ઉંઘ પણ ખરાબ કરી છે. આગામી વર્ષે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને કોરોનાની સ્થિતિને અંકુશમાં ન રાખી શકવા બદલ ટ્રમ્પને જબાવદાર ઠેરવવામાં આવી રહ્યાં છે.

આજે ફરી અમેરિકામાં સર્વાધિક 70,000થી વધુ કેસ આવ્યા છે. અમેરિકામાં કોરોનાના ચેપના નવા કેસોની સંખ્યા 70,000 થતાં આ મહિનામાં સાતમીવાર દૈનિક રેકોર્ડ નોંધાયો છે. મરણાંક પણ સતત વધી રહ્યો છે જેમાં એરિઝોના, કેલિફોનયા, ફલોરિડા અને ટેક્સાસ મોખરે છે. આ મહિને અમેરિકાના 50માંથી 30 રાજ્યોમાં એક દિવસના સૌથી વધારે કેસોના રેકોર્ડ નોંધાયા છે. જ્યારે ચેપનો દર દરેક રાજ્યમાં સતત વધી રહ્યો છે. 

ફલોરિડામાં એક જ દિવસમાં 15000 કરતાં વધારે કોરોનાના કેસો નોંધાયા હતા. હવે અમેરિકનો શાળાઓ અને વેપાર ધંધા ફરી શરૂ કરવા તથા જાહેરમાં માસ્ક પહેરવા બાબતે વિભાજિત થઇ રહ્યા છે. આજે કુલ 70272 કેસો નોંધાયા હતા. જે જુનમાં એક જ દિવસે નોંધાયેલા 69,070 કેસો કરતાં વધારે હતા. 

જુનમાં દિવસના સરેરાશ 28000 કેસો વધતાં હતા પણ જુલાઇમાં આ સરેરાશ વધીને 57,625 થઇ ગઇ છે. ચેપી રોગના નિષ્ણાત ડો. એન્થોની ફાઉસીએ ચેતવણી આપી હતી કે જો અમેરિકનો ચેપને ખાળવા માટે એકમત નહીં થાય તો ટૂંક સમયમાં કોરોનાના કેસોની સંખ્યા રોજના એક લાખ પર પહોંચશે.