દિલ્હી-

કોરોનાની બીજી લહેર દેશ પર કહેર બનીને તૂટ્યો અને હજારોની સંખ્યામાં લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા. એટલું જ નહીં કોરોનાનું ડેલ્ટા વેરિઅન્ટ ભારત જ નહીં પરંતુ દુનિયાના કેટલાંય દેશોમાં પ્રકોપ ફેલાવી રહ્યો છે. હવે તેનું વધુ એક નવું વેરિએન્ટ જન્મ લીધો જેને ડેલ્ટા પ્લસનું નામ આપ્યું છે. ભારતના કેટલાંય રાજ્યોમાંથી આ નવા વેરિએન્ટના કેસ આવવાનું શરૂ પણ થઇ ચૂકયું છે. દેશના ત્રણ રાજ્યો મહારાષ્ટ્ર, કેરળ અને મધ્યપ્રદેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓ જાેવા મળ્યા છે.

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના ૨૧ કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે સોમવારના રોજ કહ્યું કે તેમાંથી ૯ કેસ રત્નાગિરિ, ૭ જલગાંવ, ૨ મુંબઇ આ સિવાય ૧-૧ સિંધુદુર્ગ, ઠાણે અને પાલગઢ જિલ્લામાંથી છે. સ્વાસ્થય મંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારે હવે જીનોમ સિક્વેંસિંગનો ર્નિણય કર્યો છે અને દરેક જિલ્લામાંથી ૧૦૦ નમૂના લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તેમણે કહ્યું કે ૧૫ મેથી અત્યાર સુધીમાં ૭૫૦૦ નમૂના લીધા છે, જેમાં ડેલ્ટા પ્લસની અંદાજે ૨૧ કેસ છે.

બીજીબાજુ દક્ષિણના રાજ્ય કેરળમાં પણ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે દસ્તક દીધી છે. અહીંના બે જિલ્લા પલક્કડ અને પથનમથિટ્ટામાંથી જમા કરાવામાં આવેલા સેમ્પલ પરથી ડેલ્ટા-પ્લસ વેરિઅન્ટના ઓછામાં ઓછા ત્રણ કેસ સામે આવ્યા છે. પથનમથિટ્ટાના જિલ્લાધિકારી ડૉ.નરસિમ્હુગરી ટી.એલ.રેડ્ડીએ કહ્યું કે જિલ્લાના કાડાપરા પંચાયતનો વધુ એક ચાર વર્ષનો બાળક વાયરસના નવા ડેલ્ટા-પ્લસ વેરિઅન્ટથી સંક્રમિત જાેવા મળ્યો. મધ્યપ્રદેશના ભોપાલથી ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનો પહેલો કેસ સામે આવ્યો હતો. ૬૫ વર્ષના એક મહિલા કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ડેલ્ટા પ્લસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઇ હતી. મધ્યપ્રદેશમાં મહામારીની બીજી લહેર ઝડપથી ઘટી રહી છે અને સંક્રમણનો ફેલાવો રોકવા માટે લગાવામાં આવેલા પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવી રહી છે. સૂત્રોએ કહ્યું કે કોવિડ-૧૯ રસીના બે ડોઝ આ મહિલા લઇ ચૂકયા છે. કેટલાંક રિપોર્ટના મતે ભારતમાં સૌથી પહેલાં જાેવા મળેલ કોવિડ-૧૯ના સૌથી વધુ સંક્રમક ડેલ્ટા વેરિઅન્ટ મ્.૧.૬૧૭.૨ના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટમાં બદલાવાની આશંકા છે. ડેલ્ટા વેરિઅન્ટની સૌથી પહેલી ઓળખ ભારતમાં થઇ હતી અને દેશમાં બીજી લહેર માટે અને બ્રિટન સહિત અન્ય જગ્યાઓ પર સંક્રમણના પ્રસારમાં તેનો અગત્યનો રોલ કહેવાય છે.