મુંબઇ,તા.૯

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ કોર્ટે પંજાબ નેશનલ બેંકમાં રૂ. ૧૩,૫૭૦ કરોડના કૌભાંડ બાદ ભાગી ગયેલા ઉદ્યોગપતિ નીરવ મોદીને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે મની લોન્ડરિંગ કેસ હેઠળ નીરવ મોદીની તમામ સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ ફ્યુજિટિવ એક્ટ હેઠળ આપવામાં આવ્યો છે. કોર્ટમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ નીરવ મોદીની મુંબઈ, દિલ્હી, જયપુર, અલીબાગ, સુરતમાં મિલકત છે, જેની કિંમત લગભગ રૂ. ૧૪૦૦ કરોડ છે. જપ્ત કરાયેલ તમામ સંપત્તિ ભારત સરકારના કબજામાં રહશે. 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને આપેલા આદેશમાં કોર્ટે પંજાબ નેશનલ બેંક અને બે