મહુધા : ખેડા જિલ્લામાંથી પસાર થતી રાસ્કા વિયરની ખુમરવાડા માઇનોર ડિસ્ટ્રીબ્યુટરીની કેનાલમાં વડથલ નજીક લીકેજના કારણે મોટી સમસ્યાનું નિર્માણ થવાની દહેશત સ્થાનિક ખેડૂતો દ્વારા વ્યક્ત કરાઈ છે. ઓછામાં ઓછા ૧૫ ગામોની ખેતીને નુક્સાનની ભીતિ વ્યક્ત કરાઈ છે. 

મહુધા તાલુકાના ખેડૂતો પાયમાલ થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે ત્યારે ગુજરાત સરકારના સંબંધિત વિભાગો આંખો મીંચીને દુર્દશાના સાક્ષી બની રહ્યાં છે. અમદાવાદને પીવાનું પાણી પૂરું પડતી રાસ્કા વિયર યોજનાના ગેટ મારફતે ખુમરવાડા સબ માઇનોરને ખેતી લાયક પાણી પૂરુંં પાડવામાં આવે છે, પરંતુ મહુધા ખાતે ફરજ બજાવતાં મહી સિંચાઈ યોજનાના કર્મચારીઓ અને અધિકારીઓની લાપરવાહીના કારણે રાસ્કા વિયરની માઇનોર કેનાલમાં સતત લીકેજ છે.

મહુધા નજીક વડથલ પાસે ખુમરવાડા માઇનોર કેનાલમાં લીકેજથી મોટું ગાબડું પડવાની શક્યતા છે. પરિણામે મહુધા પંથકની હજારો હેક્ટર જમીનને પાણી આપી શકાશે નહીં. કેટલાંય ખેડૂતોને ભરપૂર પાણીથી પાયમાલ થવાનં દહેશત છે. મહુધાના ખુમરવાડ માઇનોર કેનાલમાં અધિકારીઓની લાપરવાહી સ્થળ પર સ્પષ્ટ દેખાઈ રહી છે. અનેક ગામોમાં સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવતી કેનાલ વિયરસ્તરમાં ખેડૂતોની પાયમાલ થવાની સ્થિતિ છે. આ વિસ્તારમાં વડથલ, મહુધા, ફિણાવ, સિંઘાલી, અરેરા, વીણા સહિતના ગામડાંના ખેડૂતો માટે ગંભીર પરિસ્થિતિના એંધાણ વર્તાઈ રહ્યાં છે. અધિકારીઓ ક્યારે જાગશે?