વડોદરા, તા.૨૭ 

કરજણ તાલુકાના મોટી કોરલ ગામના તળાવમાં આવી ગયેલા બે મગરો પૈકી એક મગર પાંજરે પુરાતા વાઈલ્ડ લાઈફ રેસ્કયુ સંસ્થાના કાર્યકરોએ રેસ્કયુ કરીને વન વિભાગને સુપ્રત કર્યો હતો.

વાઇલ્ડ લાઇફ રેસ્કયુ ટ્રસ્ટ નાં પ્રેસિડેન્ટ અરવિંદ પવાર પર રવિવારે કરજણ તાલુકાના મોટી કોરલ ગામ ના સરપંચ રસુલભાઇ નો ફોન આવ્યો હતો કે ગામ ના તળાવમાં બે મોટા મગર આવીગયા છે. જે કુતરા અને બકરાનો શિકાર કરવા લાગ્યા છે. આકોલ મળતા સંસ્થાના કાર્યકર અરૂણ સૂર્યવંશી , પ્રવીણ, અમિત અને કરજણ વનવિભાગના અધિકારી ત્યાં પહોંચ્યા હતા . ત્યાં જોતા બે મગર તળાવ નાં કિનારે જોવા મળ્યા હતા જેને પકડવા માટે એક પીંજરૂ મૂકવામાં આવ્યું હતું. જેમાં રાત્રે એક સાત ફૂટનો મગર પિંજરામાં આવી ગયો હતો. જેને સહીસલામત રીતે પકડીને કરજણ વનવિભાગનાં અધિકારી ને સોંપવામાં આવ્યો હતો. અને તેને કરજણ વન વિભાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો. અને હજુ પણ ત્યાં એક મગર હોવાથી તેને પકડવા માટે

પાંજરૂ મૂકવામાં આવ્યું છે.