વડોદરા, તા.૧૩ 

કોરોનાની દહેશત અને વરસાદી માહોલ વચ્ચે વડોદરાના ઇસ્કોન મંદિર, વૈષ્ણવ હવેલીઓ, સ્વામીનારાયણ મંદિરો અને શહેરીજનો લોકો દ્વારા પોતાના ઘરમાં જન્માષ્ટમીની ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. રાત્રે ૧૨ વાગ્યાના ટકોરે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને મનાવવા સમગ્ર શહેર કૃષ્ણમય બની ગયું છે.

વડોદરા શહેરના ગોત્રી ખાતે આવેલા ઇસ્કોન મંદિરના મહંત નિત્યાનંદજીએ જણાવ્યું કે, સવારથી જ મંદિરના સેવકો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી ગતી. કોવિડ-૧૯ના નિયમોના પાલન સાથે મંદિરના પૂજારી, સેવકો તેમજ શ્રદ્ઘાળુઓ દ્વારા ફૂલહાર, તોરણો, લાઇટીંગ, ફૂલોના કટઆઉટ અને પ્રસાદ સહિતની તૈયારીઓ કરવામાં આવી હતીે. બહેનો દ્વારા માસ્ક પહેરીને પ્રસાદનું પેકિંગ કર્યુ હતુંં.. મંદિરમાં દર્શનાર્થે આવનાર શ્રદ્ધાળુઓ માટે સેનેટાઇઝ ટનલ પણ બનાવવામાં આવી હતીે. મંદિરના પ્રવેશ દ્વાર તેમજ મંદિરના ગર્ભગૃહને ફૂલોથી શણગારી દેવાયા હતા. કૃષ્ણ ભક્તિના ભજનોથી ગૂંજી રહેલા મંદિરમાં સવારથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે લાઇન લગાવી હતી. માસ્ક પહેરીને આવેલા ભાવિકોન પ્રવેશ આપવામાં આવ્યો હતો.

વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ માંડવી-ચાંપાનેર રોડ પર આવેલા શ્રી કલ્યાણરાયજી મંદિરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી .ભગવાનના પંચામૃત સ્નાન સહિતની પૂજા-અર્ચના કરવામાં આવ્યા હતા. તે જ રીતે માંજલપુરના વ્રજઘામ સંકુલમાં પણ વેષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજીના સાનિધ્યમાં ઉજવાયેલા નંદ મબોત્સવમાં શ્રઘ્ઘાળુઓ ઝુમી ઉઢ્યા હતા. જાેકે મોટે ભાગે લોકોએ પોતાના ઘર જ રહીને લાલાને પારણે ઝુલાવીને ‘ નંદ ઘેર આનંદ ભૈયો જય કનંયાલાલ કી “ના ઘોષ સાથે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતીે.