અમદાવાદ

રાજયમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસીસનો કહેર જાેવા મળી રહ્યો છે ત્યારે મ્યુકોરમાઇકોસીસ કેસો દિવસે અને દિવસે વધી રહ્યા છે. અમદાવાદ  સિવિલ હોસ્પિટલમાં આ રોગને પહોંચી વળવા માટે અલગ થી વૉર્ડ ઉભા કરવામાં આવી રહયા છે જાેકે સિવિલ ખાતે ઇ એન.ટી વિભાગ અને ડેન્ટલ કોલેજ ખાતે અલગ અલગ વૉર્ડ ઉભા કરવામાં આવ્યા છે કુલ ૪ વોર્ડ ઉભા કરવામાં આવી રહયા છે. આ કેસના દર્દીઓનો રોજનો ઘસારો વધી રહ્યો છે  બે દિવસમાં ૧૧૨ જેટલા મ્યુકોરમાઇકોસીસના કેસ સામે આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં ૧૫૦થી વધુ કેસો ઈદ્ગ્‌માં સામે આવ્યા છે. રોજના ૩૫ જેટલા દર્દીઓ આ રોગની સારવાર માટે સિવિલમાં દાખલ થઈ રહયા છે તો બીજી તરફ સિવિલ હોસ્પિટલની ડેન્ટલ કોલેજમાં પણ ૨૭ દર્દીઓ સારવાર હેઠળ છે. આ રોગના રોજના ૧૦ જેટલા દર્દીઓ પર ઓપરેશન કરી અને સારવાર કરવામાં આવે છે અમદાવાદમા મ્યુકોરમાઇકોસીસ કેસો વધતાં હવે અલગ વોર્ડ ઉભા કરવાની પરિસ્થિતિ  આવી છે. સિવિલના ઈદ્ગ્‌ અને ડેન્ટલ કોલેજમાં ૪ જેટલા વોર્ડ ઉભા કરી દેવામાં આવ્યા છે.

સિવિલ હોસ્પિટલના ઇ એન ટી  વિભાગના ડો. કલ્પેશ પટેલે  લોકસત્તા જનસત્તા સાથેની  વાતચીતમાં જણાવ્યું હતું કે મ્યુકોરમાઇકોસીસના કેસ  છેલ્લા બે દિવસમાં વધારે નોંધાઇ રહયા છે . અમારા  વિભાગમાં હાલ ૩ જેટલા વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે જે વૉર્ડ  દર્દીઓથી ભરેલા છે. દર્દીઓની સંખ્યા વધતા બીજા નવા વોર્ડ ઉભા કરવામાં આવશે પહેલા  ૫થી ૧૦ કેસો આવતા હતા જે હવે  ૩૦ જેટલા થાય છે  હોસ્પિટલમાં દાખલ થયેલા  દર્દીઓમાં કોરોના થયા બાદ આ રોગ આવ્યો હોય તેવું જાેવા મલી રહ્યું છે . ખાસ  આ રોગમાં  ડાયાબિટીસ હોય અને જેમની ઇમ્યુનિટી ઓછી હોય રોગપ્રતિકારક શકિત ઓછી હોય તેવા દર્દીમાં પણ આ રોગનું પ્રમાણ વધારે જાેવા મળે છે આ દર્દીઓને હાલમાં  જ્યાં પણ ફંગસ ઇન્ફેક્શન હોય ત્યાં ઓપરેશન કરી ભાગ દૂર કરી સારવાર કરવામાં આવે છે.

સરકારી ડેન્ટલ કોલેજના ડોકટર એ જણાવ્યું હતું કે દર્દીઓને મોટા ભાગે   દાંત અને મોંઢામા  ફંગસ ઈન્ફેક્શન હોય છે. મોંઢામાં , જડબામાં, દાંતમાં જ્યાં ઇન્ફેક્શન હોય છે એવા દર્દીઓને ડેન્ટલ વોર્ડમાં દાખલ કરવામાં આવે છે. આ વોડમા ૩૦ જેટલા દર્દીઓ છે જેમાં  ૨૭ દર્દીઓ હાલ દાખલ છે. જેમાં ૧૩ મહિલા, ૧૪ પુરુષ દર્દીઓનો સમાવેશ થાય છે.