દાહોદ : દાહોદ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘની એક પ્રતિનિધિ સભા તા.૧૩.૯.ર૦ર૦ ને રવિવારના રોજ ૧૧ઃ૦૦ કલાકે કે.ટી.મેડા, માધ્યમિક અને ઉ.મા.શાળા, દેલસર ખાતે સંચાલક મંડળના પ્રમુખ ગોપાળભાઈ ધાનકાના અધ્યક્ષસ્થાને તથા કે ટી મેડા ટ્રસ્ટીની ઉપસ્થિતિમાં મળી જેમાં ૭પ જેટલા તમામ તાલુકાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. 

સંઘના ૩૩ જેટલા પદાધિકારીઓની વરણી સર્વાનુમતે કરવામાં આવી. જેમાં પ્રમુખ તરીકે ઈશ્વરભાઈ ડી પરમાર અને મહામંત્રી તરીકે નિલકંઠભાઈ આઈ ઠક્કર સર્વાનુમતે બિનહરીફ ચુટાયેલા જાહેર કરવામાં આવ્યા. ત્યાર બાદ નવનિયુક્ત પ્રમુખ ઈશ્વરભાઈ પરમારે સંઘની કાર્યવાહી સક્રિય રીતે આગળ ધપાવવાની અને સોૈ શિક્ષકમિત્રોનો સહકાર મળી રહે તેવી અપીલ કરી હતી.ત્યાર બાદ સભાના મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત કલસિંગભાઈ મેડાએ પોતાના ધારદાર વકતવ્ય રજુ કરી સંઘને વધુ મજબુત બનાવવા અને દાહોદ જિલ્લાનું સંગઠન માત્ર જિલ્લા પુરતુ નહિ પરંતુ રાજ્યસ્તર સુધી ગુંજે એવા આર્શિવચન આપ્યા હતા. અધ્યક્ષસ્થાનેથી ગોપાળભાઈ ધાનકાએ સંગઠનને મજબુત બનાવી શિક્ષકની ભુમિકા કેટલી મહત્વની છે એ સમજાવ્યુ હતુ અને આગામી માધ્યમિક શિક્ષણ બોર્ડની ચુંટણીમાં દાહોદ જિલ્લાને પ્રતિનિધિત્વ મળે એવી વાત કહી હતી.