દિલ્હી-

દેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર દિનપ્રતિદિન વધુ ઘાતક બની રહી છે અને કેસની સંખ્યા પણ વધી રહી છે ત્યારે બેંગ્લોર સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાંતોએ ભારે ચિંતાજનક આગાહી કરી છે અને એમણે એમ કહ્યું છે કે આગામી સપ્તાહોમાં દેશમાં મૃત્યુની સંખ્યા ડબલ થઇ શકે છે.

દરમિયાનમાં અન્ય એક અહેવાલ મુજબ દેશના પાંચ રાજ્યો એવા છે જ્યાં પાછલા એક જ દિવસમાં મૃત્યુની સંખ્યા માં નવો રેકોર્ડ થયો છે. પાંચ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ કણર્ટિક પંજાબ હરિયાણા અને પશ્ચિમ બંગાળ નો સમાવેશ થાય છે.ઉત્તર પ્રદેશમાં 24 કલાકમાં 352 લોકોના મૃત્યુ થયા છે અને કણર્ટિકમાં 292 તેમજ પંજાબમાં 113 હરિયાણામાં 153 અને પશ્ચિમ બંગાળમાં 24 કલાકમાં 110 દર્દીના મૃત્યુ થયા છે. એક જ દિવસમાં આ રાજ્યોમાં મૃત્યુની સંખ્યામાં આ નવો રેકોર્ડ થયો છે અને ચિંતા વધી રહી છે.

બિહારમાં છેલ્લા 24 કલાક દરમિયાન 110 દર્દીના મૃત્યુ થયા છે અને નવા કેસ પણ મોટા પ્રમાણમાં બહાર આવી રહ્યા છે અને આજે બિહારમાં સંપૂર્ણ બંધ નો અમલ શરૂ થઇ ગયો છે. અંતે બિહારની સરકાર ગંભીર બની છે અને તેણે લોકોને બચાવવા માટેના પગલા લેવાની હવે શરૂઆત કરી છે.દરમિયાનમાં બેંગ્લોરના સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ ના નિષ્ણાંતોએ એવી આગાહી કરી છે કે જુન માસ સુધીમાં દેશમાં મૃત્યુની સંખ્યા ખૂબ જ વધી જશે અને લગભગ ડબલ મૃત્યુ થવા લાગશે અને કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર ભયંકર સ્વરૂપ માં આવી જશે. જોકે ગઈ કાલે પણ નિષ્ણાંત દ્વારા તેવી આગાહી કરવામાં આવી હતી કે દેશમાં મહામારીની ત્રીજી શહેરનો પણ ખતરો દેખાઈ રહ્યો છે માટે તમામ રાજ્યોએ અને કેન્દ્ર સરકારે સાવધાન થઈ જવાની જરૂર છે અને ત્યારથી જ તેની તૈયારીમાં લાગી જવાની જરૂર છે.