શ્રીનગર-

જમ્મુ અને કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં એક અજાણ્યો આતંકી માર્યો ગયો. કાશ્મીર ઝોન પોલીસે કહ્યું કે, માર્યા ગયેલા આતંકી પાસેથી AK-47 રાઇફલ અને એક પિસ્તોલ મળી આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બડગામ જિલ્લાના મોચવા વિસ્તારમાં શુક્રવારે રાત્રે એન્કાઉન્ટર થયું હતું. હાલમાં આ વિસ્તારમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, માર્યો ગયેલો આતંકવાદી તાજેતરમાં જ આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલો હતો. આ પહેલા શુક્રવારે રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, જેમાં 2 આતંકીઓ માર્યા ગયા હતા. તેમજ બે એકે -47 રાઇફલ, 7 મેગેઝીન, 4 ગ્રેનેડ અને દવાના પેકેટ મળી આવ્યા હતા.