દિલ્હી-

રાજધાની દિલ્હીમાં હજુ પણ ઓક્સિજનની તંગીની સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો. હોસ્પિટલો સતત ઓક્સિજન માટે અવાજ ઉઠાવી રહી છે અને દર્દીના પરિવારજનો પણ ઓક્સિજન માટે દોડાદોડી કરી રહ્યા છે. આ મામલે ફરી એક વખત દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્રને કહ્યું કે, તેમણે કશુંક કરવું પડશે કારણ કે, દરરોજ લોકો મરી રહ્યા છે.

દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, ઓક્સિજન સપ્લાય માટે ટેન્કર્સ મોટી તાકાત છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કેન્દ્રને કહ્યું કે, તેમણે કશુંક કરવું પડશે કારણ કે, દરરોજ લોકો મરી રહ્યા છે. જે આપણા અંગત છે તેમને પણ બેડ નથી મળી રહ્યો. કોર્ટે કહ્યું કે, રાજધાનીમાં અન્ય કેટલાક રાજ્યોમાંથી દર્દી આવી રહ્યા છે તે પણ હકીકત છે અને કોઈને ના ન પાડી શકાય. કોર્ટના કહેવાથી બહાર પેનિક નથી પરંતુ જે જમીની સ્થિતિ છે તેના કારણે પેનિક થઈ રહ્યું છે. કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલે હાઈકોર્ટમાં કહ્યું કે, અમે હાલ સંકટની સ્થિતિમાં છીએ. અમે બધી રીતે ઓક્સિજન પૂરો પાડી રહ્યા છીએ જે હાલ માટે પર્યાપ્ત છે. પરંતુ જાે કાલે કોરોના કેસની સુનામી આવે તો સ્થિતિ બદલાઈ શકે છે. કેન્દ્ર બધી રીતે દિલ્હીની સાથે છે પરંતુ એક રાજ્ય વધારે ઓક્સિજનની ડિમાન્ડ કરે તો બીજા રાજ્યની ડિમાન્ડ ઘટાડી ન શકાય.