દાહોદ, પોતામાં ગામની પ્રાથમિક શાળા ખાતેના મતદાન મથકમાં મતદાન કરી પરત ઘરે જઈ રહેલ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાંચવાડા ગામના પટેલ ફળિયાના ૫૨ વર્ષીય વ્યક્તિને ઠોકર વાગતાં પડી જતા ગંભીર ઇજાઓ થતાં તેનું સારવાર માટે દવાખાને પહોંચે તે પહેલાં જ રસ્તામાં જ મોત નિપજયાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર ગરબાડા તાલુકાના પાંચવાડા ગામના પટેલ ફળિયામાં રહેતા ૫૨ વર્ષીય મકનસિંગભાઈ મુળાભાઈ કરમી ગતરોજ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીનું મતદાન હોય તેઓ પોતાના ગામમાં આવેલ પ્રાથમિક શાળા ખાતે મતદાન કેન્દ્રમાં મતદાન કરવા ગયા હતા અને મતદાન કરી સવારે ૧૧ વાગ્યાના સુમારે પરત ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં આરસીસી રોડની કોર્નરની પગે ઠોકર વાર્તા મકનસિંહભાઈ રોડ પર પડી જતા તેઓને શરીરે તેમજ માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ થતાં ગ્રામજનો ભેગા થઇ ગયા હતા અને તાબડતોબ ૧૦૮ બોલાવી સારવાર માટે ૧૦૮ મારફતે નજીકના દવાખાને લઈ જતા દવાખાને પહોંચી તે પહેલાં રસ્તામાં જ તેઓનું મોત નીપજયું હતું. આ સંબંધે પાંચવાડા ગામના પટેલ ફળિયામાં રહેતા અનિલ ભાઈ જેસીંગભાઇ એ ગરબાડા પોલીસને જાણ કરતા ગરબાડા પોલીસે આ સંબંધે સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુના કાગળો કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે.