ગાંધીનગર-

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી વતન પ્રેમ યોજનાની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, દેશમાં કે દેશ બહાર વિશ્વમાં ક્યાંય પણ વસતા અને ગુજરાતના વતની કોઈ પણ દાતા અથવા જે તે ગામની વ્યક્તિના દાન અને રાજ્ય સરકારના અનુદાનથી ગુજરાતના ગામડાઓમાં વધુ સારી જનહિત કારી સુવિધાઓ ઉભી કરવા દાતાઓને પ્રોત્સાહન રાજ્ય સરકાર આપશે. આ યોજનામાં દાતાઓ પોતાના ગામમાં 60 ટકા કે વધુનું રકમનું દાન આપીને કામ કરાવી શકશે. આવી રકમ સામે ખૂટતી 40 ટકા રકમનું અનુદાન રાજ્ય સરકાર આપશે. આગામી ડિસેમ્બર 2022 સુધીમાં આ યોજના અંતર્ગત 1000 કરોડ રૂપિયાના વિવિધ જનહિત સુવિધા સુખાકારીના કામો આવા દાતાઓ અને રાજ્ય સરકાર બંનેના સહયોગથી હાથ ધરવાની નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી. આ વતન પ્રેમ યોજનામાં જે વિવિધ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમાં શાળાના ઓરડા અથવા સ્માર્ટ ક્લાસ, કોમ્યુનિટી હોલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી મઘ્યાહન ભોજનનું રસોડું, સ્ટોર રૂમ, પુસ્તકાલય, રમત ગમત માટે વ્યાયામ શાળાનું મકાન અને સાધનો, સીસીટીવી કેમેરા સર્વેલેન્સ સિસ્ટમ, સ્મશાન ગૃહ, વોટર રિસાયકલિંગ વ્યવસ્થા તથા ગટર, એસ.ટી.પી વગેરે, તળાવ બ્યુટીફિક્શન, એસ.ટી સ્ટેન્ડ, સોલાર એનર્જીથી સ્ટ્રીટ લાઈટ અને પાણીના ટ્યુબ વેલ કૂવાની પાણીની ટાંકીની મોટર ચલાવવાના કામો વગેરે કામો હાથ ધરી શકાશે. મુખ્યમંત્રીએ રાજ્યના ગામોની શાળાઓના ઓરડા નિર્માણના કામોને આ વતન -ેમ યોજનાના કામોમાં અગ્રતા આપવા પણ બેઠકમાં પ્રેરક સૂચન કર્યું હતું.આ સંદર્ભમાં તેમણે યોજનાના વેબ પોર્ટલ પર દરેક ગામોની શાળાઓમાં ઓરડાઓની જરૂરિયાતની વિગતો ઉપલબ્ધ કરાવવાની સૂચના વિભાગને આપી હર્તીં. રાજયમાં શાળાઓમાં જે ઓરડાઓની જરૂરિયાત છે તે ઓરડાઓ વતન પ્રેમ યોજનાના દાતાઓ અને સરકારના સંયુકત અનુદાનથી નિર્માણ કરવાની દિશામાં આગળ વધવા મુખ્યમંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.

વતન પ્રેમ યોજનાની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે દેશમાં કે દેશ બહાર વિશ્વમાં ક્યાંય પણ વસતા અને ગુજરાતના વતની કોઈપણ દાતા અથવા જે તે ગામની વ્યક્તિના દાન અને રાજ્ય સરકારના અનુદાનથી ગુજરાતના ગામડાઓમાં વધુ સારી જનહિતકારી સુવિધાઓ ઉભી કરવા દાતાઓને પ્રોત્સાહન રાજ્ય સરકાર આપશે. આ યોજનામાં દાતાઓ પોતાના ગામમાં 60 ટકા કે વધુનું રકમનું દાન આપીને કામ કરાવી શકશે. આવી રકમ સામે ખૂટતી 40 ટકા રકમનું અનુદાન રાજ્ય સરકાર આપશે. આગામી ડિસેમ્બર 2022 સુધીમાં આ યોજના અંતર્ગત 1000 કરોડ રૂપિયાના વિવિધ જનહિત સુવિધા સુખાકારીના કામો આવા દાતાઓ અને રાજ્ય સરકાર બેયના સહયોગથી હાથ ધરવામાં આવશે. આ વતન પ્રેમ યોજનામાં વિવિધ કામોનો સમાવેશ કરવામાં આવેલો છે તેમાં શાળાના ઓરડાઓ અથવા સ્માર્ટ ક્લાસ, કોમ્યુનિટી હોલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,આંગણવાડી મધ્યાહ્ન ભોજનનું રસોડું, પુસ્તકાલય, રમત ગમત માટે વ્યાયામ શાળાનું મકાન અને સાધનો, સી.સી.ટી.વી. કેમેરા સર્વેલેન્સ સિસ્ટમ, સ્મશાન ગૃહ, તળાવ બ્યુટીફિકેશન,એસ.ટી. સ્ટેન્ડ, સોલાર એનર્જીથી સ્ટ્રીટ લાઈટ વગેરે કામો હાથ ધરી શકાશે.