બ્રિસ્બેન-

કોરોનાનાં નવા વેરિઅન્ટથી સમગ્ર દુનિયા પરેશાન છે. ત્યારે ખાસ કરીને કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ એશિયાનાં દેશોમાં મોટું તાંડવ કરી રહ્યો છે. જાે કે તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ ઓસ્ટ્રેલિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.

ઓસ્ટ્રેલિયામાં કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ હવે મોટી મુસિબતને લઇને આવી રહ્યો છે. અંદાજે ૧૦ મિલિયન ઓસ્ટ્રેલિયન લોકો માટે આ એક મોટી સમસ્યા બનીને આવી રહ્યો છે. જેના કારણેે હવે લોકોને લોકડાઉનમાં રહેવાની ફરજ પડી રહી છે. હવે ઓસ્ટ્રેલિયાનાં બ્રિસ્બેનમાં પણ લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે. બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાનું ચોથું શહેર બન્યુ છે, જ્યાા લોકડાઉન લાદવામાં આવ્યુ છે. બ્રિસ્બેનમાં કુલ ત્રણ દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે. જે મંગળવાર સાંજથી શરૂ થશે. જણાવી દઇએ કે, ઓસ્ટ્રેલિયામાં બ્રિસ્બેન પહેેલા સિડની, પર્થ અનેે ડાર્વિનમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ક્વીંસલેંડનાં અધિકારીનાં કહેવા મુજબ વિદેશીઓનું આગમન વાયરસ સાથે થવાથી મુખ્ય શહેરોમાં લોકડાઉન કરવામાં આવ્યુ છે. બ્રિસ્બેનની આસપાસનાં વિસ્તારોને પણ લોકડાઉન હેઠળ આવરી લેવામાં આવ્યાં છે. ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી ૩૦,૫૦૦થી વધારે લોકો સંક્રમિત થયા છે અને ૯૧૦ લોકોનાં કોરોનાથી મોત થઇ ગયા છે.

ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા અત્યાર સુધીમાં કોરોના વાયરસ મહામારીને નિયંત્રિત કરવામાં સફળ રહ્યું છે. ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી ૩૦,૫૦૦થી વધારે લોકો સંક્રમિત થયા છે અને ૯૧૦ લોકોનાં કોરોનાથી મોત થયા છે. લોકડાઉન, માસ્ક અને સોશિયલ ડિસ્ટેસિંગનાં કડક નિયમોનાં કારણે ઓસ્ટ્રેલિયા આ સફળતા મેળવી શક્યું છે. પરંતુ વધારે સંક્રમણ ડેલ્ટા વેરિયંટનાં કારણે અહીંયા ફેલાવાનો ખતરો હાલ ઉભો થયો છે.