વડોદરા, તા.૧૪

વડોદરામાં સીટીબસની અડફેટે વિદ્યાર્થિનીના મોત મામલે બસ સંચાલક કંપની દ્વારા વિદ્યાર્થિનીના પરિવારને ૨૫ લાખના વળતરની માગ સાથે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી અને મૂળ સૂરતની વિદ્યાર્થિની શિવાંગીને સીટીબસે ડેપોમાં જ બસે કચડી નાખી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. જેમાં પ્રથમ દૃષ્ટિએ સીટીબસના ડ્રાઈવરની બેદરકારી સામે આવી હતી. જેથી એનએસયુઆઈ દ્વારા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં વડોદરા શહેર પ્રમુખ વ્રજ પટેલે જણાવ્યું હતું કે, આવી ગંભીર બેદરાકરી બદલ સીટીબસનું સંચાલન કરતી વિનાયક લોજિસ્ટિક સામે કાર્યવાહી કરવા તેમજ વિદ્યાર્થિનીના પરિવારને ૨૫ લાખનું વળતર આપવું જાેઇએ. જાે ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં સહીંઝુંબેશ ચલાવીશું તેમ જણાવ્યું હતું.