આણંદ : નાતાલ પર્વટાણે આણંદ સહિત ચરોતરમાં પારો ૧૧ ડિગ્રી સુધી પહોંચી ગયો છે. હિલ સ્ટેશન જેવો અહેસાસ ચરોતરવાસીઓ કરી રહ્યાં છે. છેલ્લાં ત્રણ દિવસથી લઘુત્તમ તાપમાનનો પારો ૧૧ ડિગ્રીની આસપાસ રહેવા પામ્યો છે. છેલ્લા બે દિવસથી ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાતાપવનનોની ગતિ ઓછી હોવાથી દિવસ દરમિયાન હાડ થીજાવતી ઠંડીમાંથી આંશિક રાહતનો અહેસાસ થઈ રહ્યો છે. 

આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સમગ્ર ચરોતર પંથકમાં મહત્તમ તાપમાનનો પારો ૨૯ ડિગ્રી રહેવા પામ્યો હતો. જ્યારે લઘુત્તમ તાપામનનો પારો ૧૧.૫ ડિગ્રી નોંેધાયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૮ ટકા અને પવનની ગતિ ઘટીને ૧.૫ કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી. પવનની ગતિ ઘટવાને કારણે દિવસ દરમિયાન ઠંડીમાંથી થોડી રાહત મળી હતી. આ સાથે જ દિવસના તાપમાનમાં પારામાં એક ડિગ્રીનો વધારો થયો છે. લઘુત્તમ તાપમાનનો પારો પણ અડધો ડિગ્રી વધવા પામી છે. ઉત્તર તરફથી ફૂંકાઈ રહેલા બર્ફિલા પવનોની ગતિ પણ ધીરે ધીરે ઘટતા ઠંડીમાં રાહત જાેવા મળી રહી છે.