અરવલ્લી : અરવલ્લીના મેઘરજ અંતરાળિ વિસ્તાર એવા રાજગોળ ગામે સને ૨૦૧૦ થી રસ્તો ખોરંભે ચડ્યો ૨૦૧૦ ની સાલ માં માટીકામ થયુ હતુ ખેડૂતોઓ સંમતિ આપી હતી અને ૭૫% માટીકામ પુણૅ થઇ મેટલ કામ તેમજ સરકાર દ્વારા ગરનાળા પણ બની ગયાં સને ૨૦૧૬/૨૦૧૭ મા ફરી ગ્રામસભામાં ઠરાવ કર્યો કામ ચાલુ કરવા માટે પરતું ત્રણ જણ જમીન નો ભોગવટો કરનારે રસ્તાનો વિરોધ કર્યો હતો. 

ગ્રામજનો ને કહેવુ છે કે વિરોધ કરનાર જમીન ના માલીક નથી જેઓ સરકારી જમીનમાં કબ્જો કરી ભોગવટો જમાવ્યો છે અને જે જમીન છે તે ખાલસા થઇ કલેક્ટર હસ્તક છે.તંત્ર રસ ધરાવે તો સમસ્યાનુ સમાધાન થાય તેમ છે. જેમના કારણે આજે ભયંકર પરીસ્થિતિ ઉભી થઈ છે. રાજગોળ પ્રાથમિક શાળા નં ર અને આંગણવાડી જવામાં બાળકો અને શિક્ષકોને હાલાડી પડે છે.સાધનો પાકા રસ્તે મુકી ચાલતા જવુ પડે છે.ગામમા બિમાર પડે ત્યારે ખાટલા પર મુકી ને જવુ પડે છે. તા.૧૬/૦૧/૨૦૨૦ મેઘરજ મામલતદાર કચેરી અને અરવલ્લી કલેકટર કચેરીએ ગ્રામજનોની ૫૦ સ્ટેમ ઉપર સહીઓ કરી માગણી કરી છે.છતાં આજ દિવસ સુધી કોઈ તંત્ર નિરાકરણ ન લાવતાં લોકોને હાલાકી પડે છે.