વડોદરા, તા.૨૭ 

કોરોનાની મહામારીના કારણે મ્યુ.નિ. કમિશનરે જાહેરનામુ બહાર પાડીને દશામાની મૂતિર્ઓનું તળાવો, નદીઓ અને નાળાઓમાં વિસર્જન કરવા પર પ્રતિબંધ મૂકતા વિવિધ સંગઠનો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. આજે જય શ્રીરામ ગૃપ ટીમ ીરવોલ્યુશન તેમજ વિવિધ સામાજીક કાર્યકરોએ મ્યુનિ. કમિશનરને આવેદન પત્ર આપી કૃત્રિમ તળાવો તૈયાર કરવાની માંગ કરી હતી. જેથી શ્રદ્ધાળુઓ ગાઈડ લાઈનનું પાલન કરીને મૂર્તિઓનું વિસર્જન કરી શકે.

વડોદરામાં દશામાના વ્રતની ભકિતભાવ પૂર્વક ઉજવણી થઈ રહી છે. આગામી બુધવારે દશામાની મૂર્તિઓનું વિસર્જન થનાર છે. ત્યારે કોરોના મહામારીના કારણે મ્યુ.નિ.કમિશનરે નદી, તળાવોમાં દશામાની મૂર્તીઓનું વિસર્જન થનાર છે. ત્યારે કોરોના મહામારીના કારણે મ્યુ. નિ. કમિશનરે નદી, તળાવોમાં દશામાની મૂર્તિઓના વિસર્જન પર પ્રતિબંધ મૂકતા વિવિધ સંગઠનો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. આજે વિવિધ સંગઠનો કોર્પોરેશનની કચેરીએ મોરચો લઈને પહોંચ્યા હતા સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપ્યુ હતું અને દશામાની મૂર્તિઓના વિસર્જન અંગે યોગ્ય નિર્ણય લેવા માંગ કરી હતી.

યુથ કોંગ્રેસ દ્વારા જાહેરનામુ યોગ્ય નથી. પાલિકા દ્વારા કૃત્રિમ તળાવો બનાવી શ્રદ્ધાળુઓ ગાઈડ લાઈનનું પાલન કરીનેવિસર્જન ક રશે. તેવી રજૂઆત કરવામાં આવી હતી.જયારે જયશ્રી રામ ગૃપ દ્વારા પણ દશામાની મૂતિર્ઓનું વિસર્જન કરવા કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવા અને વિસર્જન સમયે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવી વ્યવસ્થા કરવાની માંગણી કરી હતી. જાે કે યોગ્ય નિર્ણય નહી કરાય તો સુરસાગરમાં આત્મ વિલોપનની ચીમકી આપતા સુરસાગર તળાવ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.જાે કે મ્યુ.નિ. કમિશ્નરે કહ્યું હતું કે કોરોના સંક્રમણને રોકવુ જરુરી હોવાથી તંત્રએ આ નિર્ણય લેવાની ફરજ પડે છે અને લોકો આ નિર્ણયનો અમલ કરે તેવી અપીલ કરી હતી.

નર્મદા નદી અને સોમનાથના દરિયામાં મૂર્તીઓના વિસર્જન માટે યુવાનો તૈયાર

દશામાની મૂર્તીઓનું વિસર્જન નદી, તળાવમાં કરવા પર પ્રતિબંધના વિરોધમાં ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસ, યુવા સંગઠનના જય ઠાકોર અને સામાજી કાર્યકર અતુલ ગામેચીએ મ્યુ.નિ. કમિશનરને આવેદન પત્ર આપી જણાવ્યું હતું કે, મૂર્તિઓની સ્થાપના કર્યા બાદ વિસર્જન જરુરી છે. જેથી યુવાનો લોકોના ઘરે જઈને કે વોર્ડ વાઈઝ ટીમો બનાવી મૂર્તીઓ નવલખી ગ્રાઉન્ડ ખાતે લાવશે. જયા નાની મોટી મૂર્તિઓને અલગ રાજય પાલિકા વાહનના વ્યવસ્થા કરી આપશે તો યુવાનો નર્મદા નદીમાં અને સોમનાથના દરિયામાં જઈને દશામાની મૂર્તિઓનું વિસર્જન કરશે.